ડ્રગ નું દુષણ/ આણંદથી અત્યાર સુધીનું સૌથી વધુ માત્રામાં ઝડપાયું ડ્રગ્સ, ડ્રગ્સ સાથે 2 ની ધરપકડ, કાર્યવાહી શરુ

આણંદથી અત્યાર સુધીનું સૌથી વધુ માત્રા માં ડ્રગ્સ ઝડપાયું. આણંદના સમારખા એક્સપ્રેસ હાઇવે પરથી SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જિલ્લામાં સૌથી વધુ માત્રામાં એમડી ડ્રગ્સ પકડાવાનો આ પ્રથમ બનાવ. જિલ્લામાં પ્રવશેતા જ ડ્રગ્સ સાથે 2 ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Top Stories Gujarat Others
drugs seized from Anand

રાજ્યમાં દારૂની માફક આજનું યુવા ધન ડ્રગ્સ ના રવાડે ચડી રહ્યો છે ત્યારે સરકાર અને પોલીસે ડ્રગ્સની હેરાફેરી પર ચાપતી નજર રાખવાની કામગીરી વધુ તીવ્ર બનાવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ સામરખા ચોકડી પાસે આવેલ એક્સપ્રેસ હાઇવે ના એક્ઝિટ પોઇન્ટ ઉપરથી એક કારમાં એમડી ડ્રગ આણંદ આવવાનું હોય તેવી બાતમી આણંદ એસોજી પોલીસને મળી હતી ત્યારબાદ પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા ગણતરીની મિનિટોમાં ગાડીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જેમાં રાજસ્થાનથી આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ ડ્રગની ડીલીવરી કરવામાં આવનાર હતી ત્યારે પોલીસે ૪૫ ગ્રામ જેટલું MD ડ્રગ જેની બજાર કિંમત અંદાજીત ચાર લાખ 44 હજાર થાય છે તેની સાથે ગાડીમાં સવાર બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક આરોપી રાજસ્થાનનો (બ્લેક ટીશર્ટ) તો બીજો મોડાસાનું હોવાનું સામે આવ્યું હતું જોકે મોડાસાના આરોપી છેલ્લા દોઢેક વર્ષથી આણંદના બાકરોલ ખાતે રહેતો હોવાનું પણ સામે આવ્યું હતું વિદ્યાનગરી ગણાતા વિદ્યાનગરમાં પણ ડ્રગ નું દુષણ વધી રહ્યું હોવાની લોક ચર્ચાઓ ઊઠવા પામી હતી તેવામાં આણંદ Sog પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ ડ્રગ આણંદના બોરીયાવી તેમજ સંદેશર ખાતેના બે અલગ અલગ વ્યક્તિઓને ડિલિવરી કરવાના હોવાનું પણ ખુલ્યું હતું

ગ્રે કલરની બલેનો ગાડી નંબર GJ 31 N 6402માં બે ઇસમો MD ડ્રગ્સ સાથે રાજસ્થાન થી આણંદ આવી રહ્યા હતા અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી આણંદ તરફ આવનાર હતી ત્યારે sog પોલીસે ગુનો નોંધી 2 આરોપીઓને ઝાડપીપાડ્યા છે અને રાજસ્થાન થી ડ્રગ મોકલનાર અને આણંદ માં 2 અલગ અલગ વ્યક્તિઓને જ્યાં આ ડ્રગ ડિલિવર કરવામાં આવનાર હતી તેમને પણ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

હાલ sog પોલીસે 2 આરોપીને આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે બીજા 3 આરોપીને પકડવા પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ndps એકટ હેઠડ ગુનો નોંધી md ડ્રગ સહિત 9 લાખ 50 હજાર નો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.

આ પણ વાંચો:Rajkot Accident/રાજકોટમાં છેલ્લા બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત

આ પણ વાંચો:olympics 2036 in Ahmedabad/2036ની ઓલિમ્પિક્સ માટે અમદાવાદમાં ફેબ્રુઆરી 2024થી કામ થશે શરૂ

આ પણ વાંચો:Har Ghar Tiranga/પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો