child death/ પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત

પાટણમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાણીની મોટરથી કરંટ લાગતા 3 વર્ષીય બાળકનું મોત થયુ છે. બાળકે રમતા રમતા પાણીની મોટરની સ્વીચને અડતા મોત થયુ છે.

Top Stories Gujarat Others
Child death પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત

બાળકને જરા પણ રેઢુ મૂકો તો શું થાય તેનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.  પાટણમાં પાણીની મોટરથી કરંટ લાગતા 3 વર્ષીય બાળકનું મોત થયુ છે. બાળકે રમતા રમતા પાણીની મોટરની સ્વીચને અડતા મોત થયુ છે. સમી તાલુકાના તારોરા ગામે દુઃખદ ઘટના સર્જાઈ છે.

ઠાકોર પરિવારે પોતાનું વ્હાલસોયું બાળક Child death ગુમાવ્યું છે. જેમાં માતા બાળકને દાદી પાસે મૂકીને બહાર ગયા હતા. તેમાં ત્રણ વર્ષના સાહીલ નામના બાળકનું પાણીની ચાલુ મોટરે અડતા કરંટ લાગતા મોત થયુ છે. દાદી ઘરમાં પાણીનું બેડું મુકવા ગયા અને બાળક રમતા સમયે ચાલુ મોટરની સ્વીચને અડતા મોતને ભેટ્યો હતો. પરિવાર દ્વારા બાળકને હારીજ રેફરલ હોસ્પિટલ લાવતા ત્યાં ફરજ ઉપરનાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

સવારે જોયતાજી ઠાકોર મજૂરી કામે ગયેલા હતા. Child death માતાને પણ બહાર ગામ જવાનું હતુ. જેથી તે પોતાના 3 વર્ષના સાહિલને દાદી પાસે મૂકીને ગયા હતા. જોયતાજીનું મકાન ગામથી ઊંચા ટેકરા પર હોવાને કારણે ગ્રામપંચાયતનું પાણી પૂરતું આવતું નથી. જેના કારણે મોટર દ્વારા તેઓ પાઇપલાઇનમાંથી પાણી લે છે. દાદી મોટર ચાલુ કરી પાણી ભરી રહ્યા હતા. દાદી પાણી ભરેલું વાસણ અંદર મુકવા ગયા એટલામાં જ બાળકને કરંટ લાગી ગયો હતો.

આમ નાના બાળકોને જરા પણ છૂટા મૂકવા તે Child death કેટલું ભયજનક સાબિત થઈ શકે છે. દાદીએ બાળકને જરા માટે છૂટો મૂક્યો અને તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ. આ બતાવે છે કે બાળકને લઈને સાવધાની દાખવવી કેટલી જરૂરી છે.

 

આ પણ વાંચોઃ Zhansi Fire/ ઝાંસીમાં બે શોરૂમમાં ભીષણ આગમાં ચારના મોત, 100થી વધુ વાહનો બળીને ખાખ

આ પણ વાંચોઃ Israel Attack/ ઈઝરાયલનો જેનિન શરણાર્થી શિબિર પર બે દાયકાનો સૌથી મોટો હુમલો, આઠના મોત

આ પણ વાંચોઃ USA Shootout/ અમેરિકામાં ઇન્ડિપેન્ડેન્સ ડે પહેલા જ શૂટઆઉટઃ ચારના મોત ચારને ગંભીર ઇજા

આ પણ વાંચોઃ AMC-Pothole/ પાણી અને ડામરને વેર છે એટલે રસ્તા પર પડે છે ખાડાઃ એએમસી

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં વરસાદ ફરી શરૂ કરશે તેની તોફાની બેટિંગઃ ક્યાં કેટલો વરસશે તે જાણો