Not Set/ શારીરિક અને માનસિક રુપથી સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ભોજન છે જરુરી…

અમદાવાદ આપણા સ્વસ્થ ભર્યા જીવનમાં ભોજનનું ખૂબ જ મહત્વ છે. શારીરિક અને માનસિક રુપથી સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ભોજન કરવુ ખૂબ જ જરુરી છે. મગજને સ્વસ્થ અને મજબુત રાખવા માટે સ્વાસ્થ્યવર્ધક આહાર લેવો ખૂબ જ જરુરી છે. હૃદય, માંસપેશીઓ અને ફેફસાની જેમ મગજને પણ પોષક તત્વોની જરુર હોય છે. આહારમાં તમે નિયમિત રુપથી આ સુપરફુડ્‌સનું […]

Health & Fitness Lifestyle
6at 1 શારીરિક અને માનસિક રુપથી સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ભોજન છે જરુરી...

અમદાવાદ

આપણા સ્વસ્થ ભર્યા જીવનમાં ભોજનનું ખૂબ જ મહત્વ છે. શારીરિક અને માનસિક રુપથી સ્વસ્થ રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ભોજન કરવુ ખૂબ જ જરુરી છે. મગજને સ્વસ્થ અને મજબુત રાખવા માટે સ્વાસ્થ્યવર્ધક આહાર લેવો ખૂબ જ જરુરી છે. હૃદય, માંસપેશીઓ અને ફેફસાની જેમ મગજને પણ પોષક તત્વોની જરુર હોય છે.

આહારમાં તમે નિયમિત રુપથી આ સુપરફુડ્‌સનું સેવન કરો છો તો તમારુ મગજ ઘણુ મજબુત થશે. મગજના ફંક્શન માટે ફુલેવારને ઘણી ફાયદાકારક માનવામાં આવે છે, આમાં કોલીનની વધુ માત્રા હોવાથી તે મગજને વધુ સક્રિય બનાવે છે. કોલીન મગજમાં નવા સેલ્સ બનાવે છે. આ ઉપરાંત બદામ પણ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. દરેક વ્યક્તિએ રોજ ૫થી 10 બદામ ખાવી જોઈએ. આ ઉપરાંત મગફળી, અખરોટ અને કાજુ પણ ખાવા જાઈએ. આમાં વિટામીન-ઈ હોવાથી તે મગજ માટે ઘણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે મગજને વધુ સક્રિય રાખે છે.

આ ઉપરાંત ઈંડા પણ એટલા જ ઉપયોગી માનવામાં આવે છે. દરેક વ્યક્તિને ખબર છે કે, ઈંડા સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયક છે, પરંતુ તે મગજ માટે પણ એટલા જ ઉપયોગી છે. ઈંડામાં કોલીન પણ મળી આવતુ હોવાથી તે મગજ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે માછલીનું સેવન પણ મગજના વિકાસ માટે અતિઉપયોગી છે. માછલીના વસામાં ઓમેગા-2 એસિડ મળી આવે છે જે મગજના વિકાસ અને તેના ફંક્શનમાં મદદરુપ સાબિત થાય છે.