Not Set/ મસાલાવાળી મગફળીમાં ભીંડા, બનાવવાની રીત

સામગ્રી 2 કપ સ્લાઇસ કરેલા ભીંડા  (ત્રાંસા સમારેલા) 2 ટેબલસ્પૂન તેલ એક ચપટીભર હીંગ મીઠું  (સ્વાદાનુસાર) મિક્સ કરીને મસાલાવાળી મગફળીના મિશ્રણ માટે 1/2 કપ શેકીને અર્ધકચરી કરેલી મગફળી 1/4 કપ ખમણેલું નાળિયેર 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર 1 1/2 ટીસ્પૂન આમચૂર 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર 1/2 ટીસ્પૂન હળદર મીઠું  (સ્વાદાનુસાર) બનાવવાની રીત એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં હીંગ મેળવી ધીમા […]

Food Lifestyle
mahi mahi મસાલાવાળી મગફળીમાં ભીંડા, બનાવવાની રીત

સામગ્રી

2 કપ સ્લાઇસ કરેલા ભીંડા  (ત્રાંસા સમારેલા)
2 ટેબલસ્પૂન તેલ
એક ચપટીભર હીંગ
મીઠું  (સ્વાદાનુસાર)

મિક્સ કરીને મસાલાવાળી મગફળીના મિશ્રણ માટે

1/2 કપ શેકીને અર્ધકચરી કરેલી મગફળી
1/4 કપ ખમણેલું નાળિયેર
1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
1 1/2 ટીસ્પૂન આમચૂર
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
1/2 ટીસ્પૂન હળદર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં હીંગ મેળવી ધીમા તાપ પર 15 સેકંડ સુધી સાંતળી લો. પછી તેમાં ભીંડા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં તૈયાર કરેલો મગફળીનો મસાલો અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.