Not Set/ ખજૂર એટલે શક્તિનું ઘોડાપુર, જો તમે સુકલકડી છો તો આ પ્રયોગ જરૂર કરજો

અમદાવાદ, હાલ મસ્ત કુલ કુલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે આ મોસમને ખજૂર ખાવી મોસમ પણ કહે છે.શિયાળામાં ખજૂર ખાવાથી તેના અમૂલ્ય લાભ શરીરને થાય છે.ખજૂરના કારણે નાની મોટી બીમારી જેવી કે શરદી, ગળુ સુકાવવું કે પછી ઉધરસ દૂર થઈ જતી હોય છે. એવું કહેવાય છે કે  આ સીઝનમાં રોજની 4 નંગ ખજૂર ની પેશી […]

Health & Fitness Lifestyle
far ખજૂર એટલે શક્તિનું ઘોડાપુર, જો તમે સુકલકડી છો તો આ પ્રયોગ જરૂર કરજો

અમદાવાદ,

હાલ મસ્ત કુલ કુલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે આ મોસમને ખજૂર ખાવી મોસમ પણ કહે છે.શિયાળામાં ખજૂર ખાવાથી તેના અમૂલ્ય લાભ શરીરને થાય છે.ખજૂરના કારણે નાની મોટી બીમારી જેવી કે શરદી, ગળુ સુકાવવું કે પછી ઉધરસ દૂર થઈ જતી હોય છે. એવું કહેવાય છે કે  આ સીઝનમાં રોજની 4 નંગ ખજૂર ની પેશી જેણે ખાધી છે તેણે હેલ્થની ચિંતા છોડી દેવાની છે.

નહિ ફાટે સ્કિન

શિયાળામાં સ્કીન ફાટી જવી અને સ્કીન ને લગતા બીજા ઘણા રોગ જોવા મળે છે તો વિટામિનની કમી દૂર કરવા માટે તમારે દરરોજ 4 ખજુર ખાવા જોઈએ. જેથી સ્કીન એકદમ ટાઈટ બને છે, તેમજ તમે કરચલી થવાથી પણ બચી શકો છો

લોહી વધારશે..

આજે ઘણાં લોકો માં લોહીની ઉનપ સર્જાતી હોય છે, તેના માટે પણ ખજુર સૌથી બેસ્ટ છે . રોજ રાત્રે પલાળેલી ખજુર ને સવારે ઉઠતાં જ એક ગ્લાસ દૂધ સાથે પી જવાથી શરીરમાં લોહી ખૂબ ઝડપથી બનવાનું શરૂ થઈ જાય છે. તે ખાવાથી બીપીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

સુકલકડી છો…આ પ્રયોગ ખાસ કરો..

પાંચ પેશી ખજૂર લઈ, ઠળિયા કાઢી રપ૦ ગ્રામ દૂધમાં ઉકાળવી. તેમાં એક ચપટી સૂંઠનો પાવડર ઉમેરવો. આ ખજૂરવાળું દૂધ રોજ સવારે પીવું. ખજૂર અને દૂધમાં માંસધાતુ વધારવાનો ગુણ છે. ખજૂર પચવામાં ભારે છે. પરંતુ સૂંઠના મિશ્રણથી તેનું પાચન ઝડપથી થાય છે. પેટમાં ભાર ખજૂર ક્ષીરપાકનો આ ઉપચાર આઠ-દસ મહિના કરવો. તેનાથી દુબળા, પાતળા સૂકલકડી શરીરમાં માંસધાતુ પુષ્ટ થવા માંડે છે. ઘીમે ધીમે શરીર ભરાવદાર થવા માંડે છે. સિક્સ પેક બનાવવાની હોડમાં આજના યુવાનો જે પ્રોટીન પાવડરનો બેફામ ઉપયોગ કરે છે, તે જો આ ખજૂર ક્ષીરપાકનો ઉપયોગ કરે તો વધારે પડતાં પ્રોટીનની સાઈડ ઈફેક્ટ્સથી બચી જાય