Not Set/ ગરીબ બાળકો વધારે જાડિયા કેમ હોય છે, આ રહ્યાં કારણો

અમદાવાદ સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે, ગર્ભશ્રીમંત બાળકોમાં ખાણી-પીણીની ખોટી આદતોના કારણે સ્થૂળતા જાવા મળતી હોય છે. જાકે, એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે, સમૃદ્ધ બાળકો કરતા ગરીબ બાળકો વધુ સ્થૂળતાગ્રસ્ત હોય છે. સંશોધકોએ બાળકોના વ્યવહાર અને પર્યાવરણના અલગ-અલગ મુદ્દાઓ ઉપર રિસર્ચ કર્યું. યુનિવર્સિટી કોલેજ લંડનના વરિષ્ઠ લેખક યુવાન કેલીના જણાવ્યા મુજબ, બાળકોના પ્રારંભિક વર્ષોમાં […]

Lifestyle
fat ગરીબ બાળકો વધારે જાડિયા કેમ હોય છે, આ રહ્યાં કારણો

અમદાવાદ

સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હોય છે કે, ગર્ભશ્રીમંત બાળકોમાં ખાણી-પીણીની ખોટી આદતોના કારણે સ્થૂળતા જાવા મળતી હોય છે. જાકે, એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે, સમૃદ્ધ બાળકો કરતા ગરીબ બાળકો વધુ સ્થૂળતાગ્રસ્ત હોય છે.

સંશોધકોએ બાળકોના વ્યવહાર અને પર્યાવરણના અલગ-અલગ મુદ્દાઓ ઉપર રિસર્ચ કર્યું. યુનિવર્સિટી કોલેજ લંડનના વરિષ્ઠ લેખક યુવાન કેલીના જણાવ્યા મુજબ, બાળકોના પ્રારંભિક વર્ષોમાં પરિવાર દ્વારા બાળકોના વિકાસ ઉપર વધારે ધ્યાન આપવું તેમના સ્વાસ્થયને નુકશાન પહોંચાડી શકે છે. વૈજ્ઞાનિકોએ આ માટે યૂકેના લગભગ ૨૦ હજાર પરિવારોનો સમાવેશ કર્યો. જેમાં તેમણે પાંચ વર્ષથી નાની વયના બાળકો પર પરીક્ષણ કર્યું અને ત્યારબાદ તે બાળકોનું ૧૧ વર્ષની વયમાં પરીક્ષણ કર્યું.

આ સંશોધન દરમિયાન પાંચ વર્ષની વયના ગરીબ અને સમૃદ્ધ બાળકોની સરખામણીનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં જાણવા મળ્યું કે ગરીબ બાળકોમાં સ્થૂળતાનો ખતરો તેમનાથી સમૃદ્ધ બાળકો કરતા બે ગણો વધુ રહેલો છે. આ ઉપરાંત જ્યારે આ જ બાળકોનો ૧૧ વર્ષની વયના બાળકોમાં પરીક્ષણ કરવામાં આવ્યું તો આ અંતર ત્રણ ગણુ થઈ ગયું. ગરીબ બાળકોમાં દર પાંચમુ બાળક સ્થૂળતાની બિમારીથી ગ્રસ્ત હોવાનું આ પરીક્ષણમાં જાણવા મળેલ છે.  જ્યારે આ આંકડો ૭.૯ ટકા જાવા મળ્યો હતો. જ્યારે અન્ય સમૃદ્ધ બાળકોમાં આ આંકડો ૨.૯ ટકા જ હતો.

આ સંશોધન મુજબ વજન ઘટાડવા માટે અઠવાડિયામાં ત્રણ વખત રમત-ગમતની પ્રવૃત્તિમાં ભાગ લેવો એ સવારે જલ્દી ઉઠવુ અને નિયમિત રીતે કેલેરીયુક્ત ફળ-ફળાદીનું સેવન કરવા જેટલું જ મહત્વનું છે. ગર્ભાવસ્થા દરમિયાન ખાસ કરીને ધુમ્રપાન કરવું અને માતાનું વજન કે (બીએમઆઈ) બોડી માસ ઇંડેક્સ પણ નકારાત્મક રીતે બાળકોના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. આ સંશોધન ‘યુરોપિયન જર્નલ ઓફ પÂબ્લક હેલ્થ’ પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.