સુરેન્દ્રનગર/ લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીએ રાયફલ શુટિંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો

લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીએ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાયફલ શુટિંગ પ્રતિયોગિતામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો

Gujarat
9 16 લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીએ રાયફલ શુટિંગ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ ખાતે યોજાયેલી પ્રતિયોગિતામાં 55 ખેલાડીએ ભાગ લીધો હતો

લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીએ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાયફલ શુટિંગ પ્રતિયોગિતામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ત્રીજા સ્થાને રહેલા લીંબડી સખિદા કોલેજના વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ ખાતે રાયફલ શુટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત 16 ટીમના 55 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

લીંબડી કેળવણી મંડળ સંચાલિત સખિદા આર્ટસ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજના વિદ્યાર્થી હેમેન્દ્રસિંહ ઝાલાએ રાયફલ શુટિંગ પ્રતિયોગિતામાં જોરદાર દેખાવ કરી ત્રીજો ક્રમ મેળવ્યો હતો. રાયફલ શુટિંગ સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહેનાર હેમેન્દ્રસિંહ ઝાલાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં સ્થાન મેળવવા સફળ રહ્યા છે.

આગામી સમયમાં દિલ્હી મુકામે યોજાનારી રાયફલ શુટિંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા હેમેન્દ્રસિંહ ઝાલાની પસંદગી થઈ છે. લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની, સખિદા કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એચ.જી.પુરોહિત, સી.બી.જાડેજા સહિતે રાયફલ શુટિંગની તાલીમ આપનાર સ્પોર્ટસ ડાયરેક્ટર ડૉ.વી.એ.પરમાર અને સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લીંબડી સખિદા કોલેજને ગૌરવ અપાવનારા હેમેન્દ્રસિંહ ઝાલાને અભિનંદન પાઠવ્યા હતા.