Not Set/ લો બોલો… અમદાવાદીઓને કાર ખરીદતા પહેલા હવે પાર્કિંગના પુરાવા આપવા પડશે…!!!

મહાનગરોમાં વધી રહેલો ટ્રાફિક એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. એવામાં અમદાવાદમાં હવે કાર ખરીદવાના શોખીન લોકોએ સૌપ્રથમ પાર્કિંગ માટે ખાસ પુરાવા રજૂ કરવા પડશે.શહેરમાં વધતી જતી

Ahmedabad Gujarat
car parking લો બોલો... અમદાવાદીઓને કાર ખરીદતા પહેલા હવે પાર્કિંગના પુરાવા આપવા પડશે...!!!

મહાનગરોમાં વધી રહેલો ટ્રાફિક એ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. એવામાં અમદાવાદમાં હવે કાર ખરીદવાના શોખીન લોકોએ સૌપ્રથમ પાર્કિંગ માટે ખાસ પુરાવા રજૂ કરવા પડશે.શહેરમાં વધતી જતી પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત હવે શહેરીજનોએ વાહન ખરીદવામાં મુશ્કેલી સર્જાશે.

Gujarat High Court makes parking free at malls for an hour

અમદાવાદીઓ માટે એ બાબત જાહેર છે કે કોર્પોરેશન માટે જાહેર વિસ્તારમાં પાર્કિંગ થતી ગાડીઓ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે. જેથી હવે જાહેર પાર્કિગ પર લગામ લગાવવા માટે નિર્ણય લીધો છે. જેની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી.હવે અમદાવાદમાં એકથી વધારે ગાડી ખરીદનારા વ્યક્તિની સમસ્યામાં વધારો થશે. જેના અંતર્ગત જનરલ પાર્કિંગ માટે માસિક અને વાર્ષીક પરમીટ આપવામાં આવશે.

Revving Up for Growth: India's Automotive Market is In Full Gear – Official  POSCO Newsroom

એએમસીની યોજના આવાસીય સોસાયટીઓની આસપાસ રસ્તા પર અડચણરૂપ પાર્ક કરેલી ગાડીઓને કવર કરવા માટેનો છે. જે વ્યક્તિ પાસે એક કરતા વધારે કાર હશે તેની મુસીબતમાં વધારો થશે. એક પછીની ગાડીમાં ટેક્ષનો વધારો કરવામાં આવશે. કારણ કે એકથી વધારે ગાડી લક્ઝુરિયસ ગણાય છે.

Parking time reduced, charges increased at Ahmedabad airport by Adani.  Here's what the new costs are... - Gujarat ExclusiveGujarat Exclusive

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારોએ 2017માં નવા નિયમો ઘડવાનો ઇરાદો જાહેર કર્યો હતો. જે નવા વાહન માલિકોને પાર્કિંગ ઉપલબ્ધ હોવાનાં પુરાવા આપવા ફરજિયાત બનાવાશે. એએમસી પાર્કિંગની જગ્યાના પુરાવાની માંગ માટે નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરશે.

majboor str 10 લો બોલો... અમદાવાદીઓને કાર ખરીદતા પહેલા હવે પાર્કિંગના પુરાવા આપવા પડશે...!!!