સુરત/ બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

બલેશ્વર-પલસાણાની કેટલીક ડાઈંગ મિલો દ્વારા રાત્રે કોલસાની જગ્યાએ કચરો સળગાવાથી આ બે ગામમાં કેન્સર, ફેફસાં તેમજ શરદી-કફ જેવી અન્ય બીમારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે

Gujarat Surat
Untitled 76 8 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

@અક્ષય મકવાણા    

પલસાણાના બલેશ્વર ગામમાં ફરી પોલ્યુશનને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની મિલોમાં રાત્રિના સમયે કોલસાની જગ્યાએ કચરો તેમજ લાકડાં બાળવાથી બલેશ્વર તેમજ પલસાણા ગામનાં મકાનોમાં ધુમાળાની રજકણો આવવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે તેમજ ઘરોમાં ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ આ અહેવાલમાં શું કહી રહ્યા છે બલેશ્વર ગામના સ્થાનિકો.

Untitled 76 11 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

સુરત જિલાના પલસાણા તાલુકામાં આવેલ બલેશ્વર અને પલસાણા ખાતે આવેલી કેટલીક ડાઈંગ મિલો દ્વારા રાત્રિના સમયે બોઇલરમાં કચરો સળગાવવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે તેમજ ઘણી મિલોમાં ચિંદી અને કચરાનો બગાસ સળગાવવાથી બલેશ્વર-પલસાણાના મકાનોમાં ધુમાડાની રજકણો ઊડે છે. રોજ સવાર પડેને ઘરમાંથી મહિલાઓ દ્વારા રજકણો બહાર કાઢવી પડે છે. આખો દિવસ મહિલાઓ દ્વારા રજકણો કાઢતા કાઢીતા માથાના દુખાવા સમાન સમશ્યા ઉદ્ભવી છે તેમજ આ ગામોનાં લોકોનાં સ્વાસ્થ્યને પણ મોટું જોખમ જોવા મળ્યું છે.

Untitled 76 9 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

બલેશ્વર-પલસાણાની કેટલીક ડાઈંગ મિલો દ્વારા રાત્રે કોલસાની જગ્યાએ કચરો સળગાવાથી આ બે ગામમાં કેન્સર, ફેફસાં તેમજ શરદી-કફ જેવી અન્ય બીમારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે અગાઉ બલેશ્વરની પર્યાવરણ બચાવ સમિતિએ ઝુંબેશ શરૂ કરી હતી. તે દરમિયાન થોડા સમય માટે મિલમાલિકો દ્વારા લાકડાં અને કચરાની જગ્યાએ કોલસાનો ઉપયોગ કરાયો હતો. પરંતુ હાલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતિના કારણે ફરી ગામમાં એર પોલ્યુશનનું જોર વધ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે સ્થળ મુલાકાત કરતા સ્થાનિકોએ પોતાની હૈયા વરાળ મંતવ્ય ન્યુઝ સામે ઠાલવી હતી.

Untitled 76 10 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

આ અંગે બલેશ્વર ગ્રામ તેમજ બલેશ્વરના નાગરિકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં મહિલા અધિકારીને ફરિયાદ કરવા આવી છે. તેમ છતાં કોઇ યોગ્ય પગલાં લેવાયાં નથી. તેમજ ગામ લોકોનું કહેવું . છે કે હવે આ મહિલા અધિકારી ફોન ઉચકવાનું પણ ટાળતા થઈ જવાથી બલેશ્વરની હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ છે. ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોલ્યુશન ઓકતી ડાઈંગ મિલો સામે પગલાં લે એ જરૂરી છે. નહીં તો ફરી આ ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે.

Untitled 76 12 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

તો બીજી તરફ ઘરોમાં આવતી કાળી રજકણોને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વારંવાર ફરિયાદ કરવા છતાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હવે તો પંચાયત બોડીને પણ ગાંઠતા નથી હોવાનો ખુલાસો ગામના સરપંચે કર્યો હતો ત્યારે અગાઉ બલેશ્વરમાં પર્યાવરણ બચાવો સમિતિએ ઝુંબેશ શરૂ કરતાં થોડા સમય માટે મિલ માલિકોએ જોખમી કચરો બળવાનું બંધ કર્યું હતું ત્યારે હાલ બળેશ્વરમાં આ ધુમાડાની સમશ્યા ખુબ જ ગંભીર બની છે ત્યારે આ મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સ્થાનિકો ઉપર રહેમ કરીને મિલ માલિકો સામે લાલ આંખ કરે તે વધુ યોગ્ય બન્યું  છે.

Untitled 76 13 બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન

આ સમસ્યા અંગે બલેશ્વર ગામ પંચાયત તેમજ બલેશ્વરના નાગરિકો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને ફરિયાદ કરી હતી તેમ છતાં કોઇ યોગ્ય પગલાં લેવાયા નથી. પલસાણા તેમજ બલેશ્વરના સ્થાનિકોની દયનિય હાલત બની છે જેથી આ મામલે પર્યાવરણ મંત્રી સ્થાનિકોની સમસ્યાને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરાવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચો:આરોપીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, જામીન રદ કરવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમૂલ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો, દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોએ કર્યો આટલો વધારો

આ પણ વાંચો:મહાત્મા ગાંધીની વિદ્યાપીઠમાં નશાનું હબ?

આ પણ વાંચો:લો બોલો યુનીવર્સીટી બાદ હવે કોર્પોરેશન નર્સરીમાં પણ ગાંજો ??