Not Set/ ગાંધીનગરમાં ભાજપ માટે સારા સમાચાર, ગાંધીનગરમાં અમિત શાહ સામે 3 અપક્ષ ઉમેદવારોએ પાછી ખેંચી ઉમેદવારી

ગાંધીનગર, ગાંધીનગર લોકસભા બેઠક પરથી 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. આ ફોર્મ ભાજપના સમર્થનમાં પરત ખેંચવામાં આવ્યા છે. કુલ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. આ તમામ લોકોએ અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં દિલિપ સાબવા, રજની પટેલ અને […]

Ahmedabad Gujarat Politics
BJP Star Pracharako ગાંધીનગરમાં ભાજપ માટે સારા સમાચાર, ગાંધીનગરમાં અમિત શાહ સામે 3 અપક્ષ ઉમેદવારોએ પાછી ખેંચી ઉમેદવારી

ગાંધીનગર,

ગાંધીનગર લોકસભા બેઠક પરથી 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે. આ ફોર્મ ભાજપના સમર્થનમાં પરત ખેંચવામાં આવ્યા છે. કુલ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. આ તમામ લોકોએ અમિત શાહ સામે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં દિલિપ સાબવા, રજની પટેલ અને નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.