China/ લાંબા સમયથી ગુમ થયેલા વિદેશ મંત્રી કિન ગેંગને રજા આપવામાં આવી, રાષ્ટ્રપતિ શી જિનપિંગે વાંગ યીને સોંપી કમાન

ચીનની ટોચની ધારાસભાએ મંગળવારે ડ્રાફ્ટ ફોજદારી કાયદામાં સુધારા અને સત્તાવાર નિમણૂક અને દૂર કરવાના નિર્ણયોની સમીક્ષા કરવા માટે એક સત્ર બોલાવ્યું હતું. જે બાદ કિન ગેંગને વિદેશ મંત્રી પદ પરથી હટાવીને વાંગ યીને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે કિન ગેંગ એક પ્રોફેશનલ ડિપ્લોમેટ છે અને તેને ચીનના નેતા શી જિનપિંગનો વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે.

Top Stories World
New China Forign Minister

મહિનાઓની અટકળો પછી, ચીને મંગળવારે વિદેશ પ્રધાન કિન કાંગને બરતરફ કર્યા અને વાંગ યીને ફરીથી જિમ્મેદારી સોંપી. છિન કંગના એક મહિનાથી દેખાતા ન હતા , તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી રહી ન હતી. આ દરમિયાન તેમના અંગત જીવન અને કમ્યુનિસ્ટ પાર્ટીમાં તેમની હરીફાઈ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી.

વિદેશ મંત્રાલયે કોઈ ટિપ્પણી કરી નથી

રાજ્ય સંચાલિત સીસીટીવીએ મંગળવારે સાંજે રાષ્ટ્રીય સમાચાર પ્રસારણ દરમિયાન વિદેશ પ્રધાનને હટાવવાની જાણ કરી. જો કે, તેમને હટાવવાનું કોઈ કારણ આપવામાં આવ્યું નથી. વિદેશ મંત્રાલયે પણ મંગળવારે તેની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. ચિન કાંગને હટાવવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તેઓ ચીનની વિદેશ નીતિને આક્રમક બનાવવામાં વ્યસ્ત હતા.

ચીનની રબર સ્ટેમ્પ વિધાનસભા નેશનલ પીપલ્સ કોંગ્રેસ (NPC)ની સ્ટેન્ડિંગ કમિટીએ વિદેશ મંત્રી કિન કાંગને હટાવવાની મંજૂરી આપી છે. નવા વિદેશ મંત્રી 69 વર્ષીય વાંગ યીએ અગાઉ 2013 થી 2022 સુધી આ જવાબદારી નિભાવી છે. પદ પરથી હટાવવામાં આવેલા 57 વર્ષીય કિન કાંગને રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના માનવામાં આવે છે. પરંતુ આ દરમિયાન તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી હતી, તે પાર્ટીમાં ઝડપથી વધી રહી હતી.

અમેરિકન ન્યૂઝ એન્કર સાથે નિકટતા હતી

અમેરિકન ન્યૂઝ એન્કર સાથે તેમની નિકટતા અંગે પણ ચર્ચાઓ ગરમ હતી. ચિન કાંગે ડિસેમ્બર 2022માં વિદેશ મંત્રી પદની જવાબદારી સંભાળી હતી. આ પહેલા તેઓ અમેરિકામાં રાજદૂત હતા. પરંતુ તે 25 જૂનથી જાહેરમાં દેખાયો નથી. આ દરમિયાન તેમના નિયત કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. આ અંગે પૂછવામાં આવતા મંત્રાલયે કહ્યું કે તેમની તબિયત સારી નથી.

આ પણ વાંચો:દુર્ઘટના/પૂર્વી સુડાનમાં પ્લેન ક્રેશ, ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકોનાં મોત

આ પણ વાંચો:Pak Army chief/પાક વિદેશી ઋણ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બનેઃ પાક આર્મી ચીફ

આ પણ વાંચો:India-John kerry/અમેરિકન પ્રેસિડેન્ટ બિડેનના ખાસ દૂત જહોન કેરી આજથી પાંચ દિવસના ભારતના પ્રવાસે