વડોદરા/ આ ભાઈની વ્યસ્તતા તો જુઓ, ચાલુ બાઈકે બે હાથમાં બે મોબાઈલ રાખીને કર્યું આવું…

વાડી પોલીસ સ્ટેશનનીહદમાં આવતા ગેંડીગેટના સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ચાલુ બાઈક પર બે હાથમાં બે મોબાઈલ સાથે જોવા મળ્યો છે. એક હાથથી મોબાઈલ પર આ મહાશય વાતો કરે છે.

Gujarat Vadodara
મોબાઈલ
  • વડોદરા: યુવકનો વીડિયો થયો વાયરલ
  • ચાલુ બાઈકે બે હાથમાં બે મોબાઈલ!
  • ચાલુ બાઈકે વાત કરતા યુવકનો વીડિયો
  • વડોદરા પોલીસે યુવકને કર્યો 1 હજારનો દંડ

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું સુરક્ષાની દ્રષ્ટિએ બેહદ જરૂરી છે. પરંતુ લોકોને પોતાની સુરક્ષા અને અન્યોની સુરક્ષાને તાક પર રાખીને ટ્રાફિકના નિયમો તોડવામાં જાણે કે મજા આવતી હોય છે. વડોદરા શહેર પોલીસે સોશયલ મીડિયા એકાઉન્ટમાં શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં વાડી પોલીસ સ્ટેશનનીહદમાં આવતા ગેંડીગેટના સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ચાલુ બાઈક પર બે હાથમાં બે મોબાઈલ સાથે જોવા મળ્યો છે. એક હાથથી મોબાઈલ પર આ મહાશય વાતો કરે છે અને બીજા હાથમાં આ શખ્સે ચાલુ બાઈકે બીજો મોબાઈલ પકડયો છે.

આ પણ વાંચો :હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ કરવામા આવ્યો કાર્યક્રમ

બાઈકના સ્ટિયરિંગ પર તેનો એકપણ હાથ નથી. આ બાઈકચાલક પોલીસના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. પોલીસે બાઈકચાલકને એક હજાર રૂપિયાનો મેમો ફટકાર્યો છે. જ્યારે વડોદરા શહેર પોલીસે આ સીસીટીવી ફૂટેજને સોશયલ મીડિયા પર પોસ્ટ કર્યા અને લખ્યું કે બે હાથમાં બે ફોન, એ પણ ચાલુ બાઈક પર. આ ભાઈની વ્યસ્તતા તો જુઓ.

વડોદરા શહેર પોલીસે ઈસ્યુ કરેલા મેમોમાં બાઈકચાલકનું નામ મુકેશ માખીજાની અને તે તરસાલીનો રહેવાસી હોવાનું લખ્યું છે. જ્યારે સીસીટીવી ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારના 11 વાગ્યા અને 26 મિનિટના છે. પોલીસે 23 દિવસ બાદ ફૂટેજ સોશયલ મીડિયા પર શેયર કર્યા છે. લોકોએ આ ફૂટેજ જોયા બાદ સોશયલ મીડિયા પર યૂઝર્સે આ વ્યક્તિને 1 લાખનો દંડ કરવાની વાત પણ કરી છે.

આ પણ વાંચો :વડોદરામાં ઈલેક્શન કાર્ડમાં યુવકના ફોટાને બદલે છપાયું એવું કે, તમે પણ નહીં કરી શકો વિશ્વાસ

આ પણ વાંચો :ઇલેક્ટ્રિક ગાડી ચલાવનાર લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો, જાણો શું છે ઘટના

આ પણ વાંચો :કામરેજ નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ કરી યુવતીની હત્યા, અને પછી કર્યું એવું કે…

આ પણ વાંચો :ભાવનગરમાં મોડીરાત્રે બોઇલર બ્લાસ્ટ થતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત,હોસ્પિટલમાં ખસેડાયા