IPL 2022/ કેપ્ટનને લઇને લખનઉ ટીમે લખ્યુ- રાહુલ ઝુકેગા નહી, ફેન્સે લીધી ક્લાસ

રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રમ્યો ન હતો અને હવે તે બુધવારે બીજી વનડેમાં વાપસી કરી શકે છે. દરમિયાન, ફ્રેન્ચાઇઝીએ રાહુલનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘પુષ્પા ફિલ્મ’ની શૈલીમાં કેપ્ટનનો ફોટો શેર કરીને લખ્યું હતું.

Sports
1 9 1 કેપ્ટનને લઇને લખનઉ ટીમે લખ્યુ- રાહુલ ઝુકેગા નહી, ફેન્સે લીધી ક્લાસ

કે.એલ.રાહુલનાં નેતૃત્વમાં IPLની નવી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમ વખત લીગમાં રમવા માટે તૈયાર છે. રાહુલ ઉપરાંત ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને પણ સામેલ કર્યા છે. ફ્રેન્ચાઇઝી હવે શનિવાર અને રવિવારે યોજાનારી IPL હરાજીમાં 590 ખેલાડીઓમાંથી મોટા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે.

આ પણ વાંચો – રમતનો ડર કે પછી..  / ખરાબ પ્રદર્શન પછી ખેલાડીઓ એટલા ડરી જાય છે કે તેઓ તેમના દેશમાં પાછા ફરવા માંગતા નથી

રાહુલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં રમ્યો ન હતો અને હવે તે બુધવારે બીજી વનડેમાં વાપસી કરી શકે છે. દરમિયાન, ફ્રેન્ચાઇઝીએ રાહુલનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘પુષ્પા ફિલ્મ’ની શૈલીમાં કેપ્ટનનો ફોટો શેર કરીને લખ્યું હતું, ‘કેએલ રાહુલ ઝુકેગા નહીં’. ટીમની આ પોસ્ટ બાદ ફેન્સે તેની ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – IPL 2022 Mega Auction / ઓક્શનની તૈયારી મહિનાઓ અગાઉથી શરૂ થાય છે, જાણો કેવી રીતે ટીમો નક્કી કરે છે કે કયા ખેલાડીને ખરીદવો!

ફેન્સે લખ્યું, ‘તો કેવી રીતે સ્વીપ શૉટ કેવી રીતે મારશે. વળી અન્ય એક ચાહકે લખ્યું, ‘ઝુકેગા ભી ઔર ટુક-ટુક પણ કરશે.’ રાહુલ આઈપીએલમાં છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. પરંતુ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ રાહુલની કેપ્ટન્સી સારી રહી ન હોતી. તેના નેતૃત્વમાં ટીમને દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં 0-3થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.