Not Set/ મહાજંગ – 2019 : અમદાવાદ – પશ્ચિમ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

અમદાવાદની પશ્ચિમ બેઠકમાં છેલ્લી બે વખત(2009 અને 2014)થી ભાજપ જીતી રહી છે. વર્ષ 2009માં અમદાવાદનું બે ભાગમાં વિભાજન થયુ જેમાં એક અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. આ બંન્ને બેઠકો પર ભાજપ જીત મેળવવામાં સફળ રહી છે. જ્યા કોંગ્રેસ આ વખતે જીતનો સ્વાદ ચાંખવાની આશા રાખી રહ્યુ છે. અમદાવાદ પશ્ચિમની લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં એલીસબ્રીજ, […]

Ahmedabad Gujarat
AMD WEST candidate pic મહાજંગ – 2019 : અમદાવાદ – પશ્ચિમ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

અમદાવાદની પશ્ચિમ બેઠકમાં છેલ્લી બે વખત(2009 અને 2014)થી ભાજપ જીતી રહી છે. વર્ષ 2009માં અમદાવાદનું બે ભાગમાં વિભાજન થયુ જેમાં એક અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. આ બંન્ને બેઠકો પર ભાજપ જીત મેળવવામાં સફળ રહી છે. જ્યા કોંગ્રેસ આ વખતે જીતનો સ્વાદ ચાંખવાની આશા રાખી રહ્યુ છે. અમદાવાદ પશ્ચિમની લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં એલીસબ્રીજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણીનગર, દાણીલીમડા અને અસારવા  સીટોનો સમાવેશ થાય છે. અમદાવાદ પશ્ચિમમાં કુલ મતદારોની સંખ્યા 15,34,400, જેમા પુરુષ મતદારોની સંખ્યા 8,00,933 અને મહિલા મતદારોની સંખ્યા 7,33,467 છે.

Amd west map મહાજંગ – 2019 : અમદાવાદ – પશ્ચિમ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

આવો છે અમદાવાદ – પશ્ચિમ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ 

ગુજરાત રાજ્યનાં અમદાવાદ પશ્ચિમ બેઠક માટે દલિત વિરુદ્ધ દલિતનો જંગ જોવા મળી રહ્યો છે. રાજ્યનું આર્થિક પાટનગર સાથે સૌથી મોટું નગર કહેવાતું અમદાવાદ જ્યા પશ્ચિમની બેઠક ભાજપ માટે સલામત ગણાય છે. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ડૉ. કિરીટ સોલંકીને જ્યારે કોંગ્રેસે રાજુભાઇ પરમારને ટીકીટ ફાળવી છે. આ બેઠક પર 2009 અને 2014માં ભાજપનાં ડૉ. કિરીટ સોલંકી જીત મેળવી ચુક્યા છે. આપને જણાવી દઇએ કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ડૉ. કિરીટ સોલંકીએ ૩,૫૦,૦૦૦ મતની જંગી સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. કોંગ્રેસનાં ઉમેદવાર રાજુભાઇ પરમારની વાત કરીએ તો તે 1988માં પાર્ટી સાથે જોડાયા. ત્યારબાદ તે 1988, 1994 અને 2000 એમ ત્રણ વખત રાજ્યસભાનાં સાંસદ રહ્યા.

અમદાવાદ લોકસભા સીટનાં વિજેતા સાંસદ

1951         કોંગ્રેસ         ગણેશ માવલંકર

1956         કોંગ્રેસ          સુશીલા ગણેશ માવલંકર

1957         અપક્ષ          ઇન્દુલાલ યાજ્ઞિક

1962         મહાગુજરાત પક્ષ  ઇન્દુલાલ યાજ્ઞિક

1967         અપક્ષ          ઇન્દુલાલ યાજ્ઞિક

1971         અપક્ષ          ઇન્દુલાલ યાજ્ઞિક

1972         અપક્ષ        પુરુષોત્તમ માવલંકર

1977         કોંગ્રેસ          અહેસાન જાફરી

1980         કોંગ્રેસ          મગનભાઈ બારોટ

1984         કોંગ્રેસ          હરુભાઈ મહેતા

1989         ભાજપ          હરિન પાઠક

1991         ભાજપ          હરિન પાઠક

1996         ભાજપ          હરિન પાઠક

1998         ભાજપ          હરિન પાઠક

1999         ભાજપ          હરિન પાઠક

2004         ભાજપ          હરિન પાઠક

2009         ભાજપ          ડૉ. કિરીટ સોલંકી

2014         ભાજપ         ડૉ. કિરીટ સોલંકી

આણંદ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ.

pjimage 29 મહાજંગ – 2019 : અમદાવાદ – પશ્ચિમ બેઠકની ચૂંટણીજંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

ભાજપનાં ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકી

વ્યવસાય : મેડીકલ પ્રેકટીશનર

૨૦૧૪ની ચૂંટણીમાં ૩,૫૦,૦૦૦ મતની જંગી સરસાઈ સાથે વિજય મેળવ્યો

અનુસુચિત જાતિ માટે કર્યા અનેક સેવાકાર્યો

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરાઈ હતી

સંસદમાં અનેક પ્રશ્નોને વાચા આપી

 

કોંગ્રેસનાં ઉમેદવાર રાજુ પરમાર

૧૯૮૮ માં રાજુ  પરમાર કોંગ્રેસમાં જોડાયા

૧૯૮૮, ૧૯૯૪ અને ૨૦૦૦ એમ ત્રણ વખત રહ્યા રાજ્યસભાનાં સાંસદ

૨૦૦૪માં રાજ્યસભાની હાઉસ કમિટીનાં સભ્ય

૧૯૯૦ થી ૧૯૯૯ AICC એક્ઝીક્યુટીવ કમિટીનાં સભ્ય રહ્યા

૧૯૯૪માં એસ.સી. એસ.ટી. વેલ્ફેર કમિટીનાં સભ્ય રહ્યા

૨૦૧૦ એસ.સી. કમીશનનાં સભ્ય તરીકે ચૂંટાયા