Crime/ ફેસબુક મિત્રતા કરવી યુવતીને પડી ભારે, પાછળથી થયો ભારે પસ્તાવો

ફેસબુક અને ઇન્સટ્રાગ્રામ સાઈટનો ઉપયોગ કરતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામને આવ્યો છે. વડોદરા નજીક રહેતી એક યુવતીને ફેસબુક ફ્રેન્ડે ફસાવી પોતાની કારમાં ઉઠાવી જઈ બળાત્કાર ગુજારતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.. આ અંગેની સત્તાવાર વિગત એવી છે કે વડોદરા નજીક રહેતી એક યુવતીનો પતિ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં છેલ્લા આઠ મહિનાથી બંધ છે. યુવતીના […]

Gujarat Vadodara
hathras

ફેસબુક અને ઇન્સટ્રાગ્રામ સાઈટનો ઉપયોગ કરતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામને આવ્યો છે. વડોદરા નજીક રહેતી એક યુવતીને ફેસબુક ફ્રેન્ડે ફસાવી પોતાની કારમાં ઉઠાવી જઈ બળાત્કાર ગુજારતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.. આ અંગેની સત્તાવાર વિગત એવી છે કે વડોદરા નજીક રહેતી એક યુવતીનો પતિ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં છેલ્લા આઠ મહિનાથી બંધ છે.

યુવતીના ફેસબુક ઉપર અમદાવાદના આયુષ પાંડે નામના શખ્સે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા યુવતીએ સ્વિકારી હતી.ત્યારબાદ આયુષ પાંડે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ વડોદરા અમિત નગર સર્કલ પાસે આવ્યો હતો અને તેણે યુવતીને મળવા માટે બોલાવી હતી.અમિત નગર સર્કલ પાસે ગયેલી યુવતીને આયુષ પાંડે પોતાની ક્રેટા કારમાં બેસાડી નિમેટા તરફ લઈ ગયો હતો.

ગાડીમાં આયુષે પાણી પીવડાવતા યુવતીને ચક્કર આવ્યા હતા. આ સાથે યુવતીએ ક્યાં જઈએ છે? તેમ પૂછતાં આયુષે ચૂપચાપ બેસી રહે તેમ કહી છરી બતાવી હતી અને બાદમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો અને આયુષે ધમકી આપી હતી કે મારા અંકલ ગાંધીનગરમાં ડીવાયએસપી છે તારાથી કશું થશે નહીં તું ફરિયાદ ના કરતી આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ