Lifestyle/ સૌથી ઉત્તમ બદામ કઇ હોય છે? કોણ છે બદામનો રાજા…જાણો એની કિંમત અને ગુણ વિશે..!

બદામનો રાજા તો મામરો બદામ (Mamra Almonds)ને જ કહે છે, એની કિંમત સામાન્ય બદામથી ઘણી વધુ હોય છે! પરંતુ નોર્મલ બદામથી એમાં 50 ટકા વધારે…

Trending Food Health & Fitness Lifestyle
Mamra Almonds, કશ્મીર, ભારત, અફઘાનિસ્તાન, હૅલ્થ બેનિફિટ્સ

Lifestyle: બજારમાં અલગ-અલગ પ્રકારની કેટલીયે બદામ મળતી હોય છે અને એ તમામની કિંમત પણ જુદી-જુદી હોય છે. સ્વાસ્થ્ય માટે કઇ બદામ સૌથી ઉત્તમ છે એ પ્રશ્ન સ્વાભાવિક છે…અને એનો જવાબ છે બદામનો રાજા મામરો બદામ (Mamra Almonds)…

બદામ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ડ્રાય ફ્રુટ માનવામાં આવે છે, પણ શું તમને બદામ ખાવાના તમામ આવશ્યક લાભ મળે છે ખરાં? આ પ્રશ્ન એટલે ઉપસ્થિત થાય છે કારણ કે, બજારમાં અલગ-અલગ પ્રકારની કેટલીયે બદામ મળતી હોય છે અને એ તમામની કિંમત પણ જુદી-જુદી હોય છે. પરંતુ સ્વાસ્થ્ય માટે કઇ બદામ ઉત્તમ રહેશે અને કોને ખાવાથી આ તમામ હૅલ્થ બેનિફિટ્સ (Health Benefits) પ્રાપ્ત કરી શકાશે એ વિશે જાણીએ…

મોટાભાગના લોકો સસ્તી બદામ જોઈને ખરીદે છે અને ખાવા લાગે છે. પણ આ બદામ શરીરને કોઇ ખાસ ફાયદો પહોંચાડી શકતી નથી. કેલિફોર્નિયા બદામ ઘણી જ ઓછી કિંમતે મળી રહે છે. જ્યારે, સનોરા બદામ અમેરિકામાં ઊગતી એવી બદામ છે જે આપણને 1,000 થી 1,500 રુપિયાની કિંમતમાં મળી રહે છે. પરંતુ બદામનો રાજા તો મામરા બદામને જ કહે છે, એની કિંમત સામાન્ય બદામથી ઘણી વધુ હોય છે!

Mamra Almonds, કશ્મીર, ભારત, અફઘાનિસ્તાન, હૅલ્થ બેનિફિટ્સ

સૌથી કીમતી બદામ કઇ હોય છે?

દુનિયાની સૌથી મોંઘી બદામ છે મામરો બદામ….એ ભારતમાં કશ્મીર અને હિમાલયના ક્ષેત્રોમાં ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત, મામરા બદામ ઈરાન તથા અફઘાનિસ્તાનમાં પણ ઊગે છે.

એ જોવામાં નાની, વળેલી અને સહેજ પિચકેલી હોય છે. બદામને હાથથી દબાવીએ તો તેલ નીકળવા લાગે છે. એની કિંમત જ 2,000 થી 3,000 હજાર રુપિયા પ્રતિ કિલોથી શરુ થાય છે!

Mamra Almonds, કશ્મીર, ભારત, અફઘાનિસ્તાન, હૅલ્થ બેનિફિટ્સ

મામરો બદામ (Mamra Almonds)ના ફાયદા

મામરો બદામ પૂર્ણ રીતે નેચરલ (Natural Almonds) હોય છે અને એને કોઇ પણ પોલિશ અથવા કેમિકલ ટ્રીટમેન્ટ દ્વારા તૈયાર નથી કરવામાં આવતી. આથી જ એની કિંમત (Prize) વધારે હોય છે.

આ બદામ દેખાવમાં નાની સાઇઝની અને કરચલી વાળી હોય છે પરંતુ નોર્મલ બદામથી એમાં 50 ટકા વધારે પોષક તત્વો (Nutrients) હોય છે.

એમાં હૅલ્ધી ફેટ્સ જેમ કે, ઓમેગા-3 અને ઓમેગા-6 ઘણી મોટી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત, એમાં વિટામિન, પ્રોટીન અને મિનરલ્સની માત્રા પણ અન્ય બદામ કરતા ઘણી જ વધારે હોય છે.

એમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધુ હોય છે અને એ એનર્જી બૂસ્ટર પણ હોય છે. ખાસ કરીને, ઠંડીથી બચવા માટે એનું સેવન અવશ્ય કરવું જોઇએ.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ગ્રીન ટી કે લીંબુ પાણી…વજન ઘટાડવા માટે વધુ ફાયદાકારક શું છે? જાણીએ શ્રેષ્ઠ વેઇટ લોસ ટિપ્સ…

આ પણ વાંચો: સીડ્સ ખાવાની યોગ્ય પદ્ધતિ કઇ છે? કોઇપણ બીજને કેટલી વાર પલાળી રાખવા જોઇએ?