Sisodiya-Custody/ મનીષ સિસોદિયાની જ્યુડિસિયલ કસ્ટડી 12 મે સુધી લંબાવાઈ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી છે. ગુરુવારે ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Top Stories India
Manish Sisodiya મનીષ સિસોદિયાની જ્યુડિસિયલ કસ્ટડી 12 મે સુધી લંબાવાઈ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી છે. Sisodiya-Custody ગુરુવારે ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાના વકીલે રાઉઝ એવન્યુ કોર્ટમાં જણાવ્યું કે સીબીઆઈએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ પછી કોર્ટે સીબીઆઈને ચાર્જશીટની ઈ-કોપી મનીષ સિસોદિયાને Sisodiya-Custody આપવાનો નિર્દેશ આપ્યો હતો. જણાવી દઈએ કે આ પહેલા 25 એપ્રિલના રોજ સીબીઆઈએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ દારૂ કૌભાંડના મામલામાં પહેલીવાર ચાર્જશીટ દાખલ કરી હતી.

તપાસ એજન્સી દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રથમ પૂરક ચાર્જશીટમાં Sisodiya-Custody સિસોદિયાની સાથે, દારૂના વેપારી અમનદીપ સિંહ ધલ, અર્જુન પાંડે અને હૈદરાબાદ સ્થિત સીએ બૂચી બાબુ ગોરંતલાનું પણ નામ છે. આ ઉપરાંત, રાઉઝ એવન્યુ કોર્ટ 28 એપ્રિલે સાંજે 4 વાગ્યે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર ચુકાદો આપશે.

ચુકાદો તૈયાર ન હોવાથી બુધવારે ચુકાદો જાહેર કરાયો ન હતો. 18મી એપ્રિલે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા Sisodiya-Custody  બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 28 એપ્રિલે સાંજે 4 કલાકે ચુકાદો સંભળાવવામાં આવશે. મનીષ સિસોદિયા હાલ તિહાર જેલમાં બંધ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પણ સીબીઆઇ દ્વારા લિકર પોલિસીના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. મનીષ સિસોદિયા પરનો ગાળિયો બરોબર કરવામાં આવ્યા પછી અરવિંદ કેજરીવાલને પણ સાણસામાં લેવામાં આવી શકે છે. સીબીઆઇએ અરવિંદ કેજરીવાલની નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત ઇડી દ્વારા પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સ્પેસ ટેન્કર/ લો હવે વારંવાર ઉપગ્રહ મોકલવાનો ખર્ચ બચશે, સ્પેસમાં જ ખૂલશે ‘પેટ્રોલ પમ્પ’

આ પણ વાંચોઃ Rcapital-LIC-EPFO/ અનિલ અંબાણીની કંપનીમાં ડૂબી જશે LIC અને EPFOના પૈસા!

આ પણ વાંચોઃ કોંગ્રેસ-અમિત શાહ/ કોંગ્રેસ સત્તા પર આવશે તો રમખાણો થશે તેમ કહેવા બદલ અમિત શાહ સામે ફરિયાદ