શુક્રવારે બજેટ શરૂ થયા પહેલા પ્રારંભિક ટ્રેડિંગ સેશનમાં શેર બજારમાં મજબૂતીની સાથે વ્યવસાય નોંધાયો છે. BSEનાં સેન્સેક્સનાં 30 શેરોનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 82.34 પોઇન્ટની મજબૂતીની સાથે 39,990.40નાં સ્તરે ખુલ્યો હતો. વળી NSEનાં 50 શેરોનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18 પોઇન્ટથી વધીને 11,964.75નાં સ્તરે ખુલ્યો.
શરૂઆતી ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટીમાં લીલા નિશાન સાથે રિકવરી નોંધાઇ હતી. હાલમાં સેન્સેક્સમાં લગભગ 100 પોઇન્ટથી વધુની મજબૂતીની સાથે 40 હજાર ઉપરનું ટ્રેડિંગ થઇ રહ્યુ છે. વળી નિફ્ટીમાં 11,950થી ઉપરનું ટ્રેડિંગ થઇ રહ્યુ છે. નિફ્ટી 4 અઢવાડિયાની સૌથી ઉંચાઇ પર ટ્રેડિંગ કરી રહ્યુ છે.
શુક્રવારે શરૂઆતી ટ્રેડિંગમાં જી ઇંટરટેનમેન્ટ, લાર્સન, ઈંન્ડિયાબુલ્સ હાઉસિંગ, કોલ ઈંન્ડિયા, ભારતી ઈંફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ઈંજસઇંડ બેન્ક, HUL, પાવર ગ્રિડ કોર્પોરેશન, UPL, આયશર મોટર્સ માં મજબૂતીની સાથે ટ્રેડિંગ નોંધાઇ હતી. બીજી તરફ ટ્રેડિંગની શરૂઆતમાં યસ બેન્ક, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, સિપ્લા, ટાઇટન કંપની વેદાંતા, BPCL, IOC, ITC માં નબળાઇ સાથે ટ્રેડિંગ થયુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.