mass suicide/ સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!

પરિવારના છ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જ્યારે એક વ્યક્તિએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

Top Stories Gujarat Surat Videos
mass suicide in surat 7 died update સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!

સુરત શહેરમાં સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સોલંકી પરિવારે સામુહિક આપઘાત કરતા સાત લોકોના મોત નીજપ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફળો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 મકાનમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે.

આ બનાવમાં મનીષ સોલંકી, રીટા સોલંકી (પત્ની), શોભનાબેન સોલંકી (માતા), કનુભાઈ (પિતા) અને બાળકો દીક્ષા, કાવ્યા, કુશલના મોત નીપજ્યાં છે. મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે.

આ બનાવ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, પરિવારના સાત લોકોએ આપઘાત કર્યો છે. તેમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં.

સામુહિક આપઘાતનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પોલીસે આપધાત પાછળના કારણો જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં પિતાએ 6 સભ્યોને દવા પીવડાવી ગળે ફાંસો ખાધો, સ્યુસાઇડ નોટમાં રહસ્ય ખુલશે!


આ પણ વાંચોઃ Surat/ફરી BRTS બસે આધેડને અડફેટે લીધો, લોકોએ ડ્રાઇવરને જાહેરમાં લમધાર્યો

આ પણ વાંચોઃ Murder/રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

આ પણ વાંચોઃ Heart Attack/રાજકોટમાં 24 કલાકમાં 8 લોકોને હાર્ટએટેક આવતા ચિંતામાં થયો વધારો