Not Set/ મૈટ હૈનકોક પર સોશિયલ ડિસ્ટન્સ તોડવાનો આરોપ, ઓફીસમાં પોતાની ગર્લફ્રેન્ડને કરી હતી KISS

કોરોનાકાળમાં બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકને તેમની સહયોગી ગિના કોલાડાંગેલોને કિસ કરવી ભારે ….

Top Stories World
a 272 મૈટ હૈનકોક પર સોશિયલ ડિસ્ટન્સ તોડવાનો આરોપ, ઓફીસમાં પોતાની ગર્લફ્રેન્ડને કરી હતી KISS

બ્રિટનના 42 વર્ષના આરોગ્ય પ્રધાન મેટ હેનકોક તેમના સહયોગી ગિના કોલાડાંગેલોને કિસ કરતા કેમેરામાં કેદ થયા હતા અને તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લંડનમાં આરોગ્ય વિભાગના મુખ્યાલયમાં તેમની ઓફિસની બહાર આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં હેનકોક તેમની ઓફિસની બહાર ગિનાને કિસ કરતા જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ તસવીરો ગત મહિનાની 6 મી તારીખની કહેવામાં આવી રહી છે. તેનો વીડિયો વાયરલ થયા પછી બ્રિટનમાં હંગામો મચી ગયો છે. આરોગ્ય પ્રધાન અને તેના સાથીદાર બંનેએ હાલ માટે મૌન રાખ્યું છે. તે જ સમયે, ધ સન દ્વારા આ ઘટનાની તસવીર અને વીડિયો બહાર પાડવામાં આવ્યો છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોક સીસીટીવી ફૂટેજમાં મહિલા સહકર્મી ગીના કોલાડંગેલોને કિસ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ખુબ હંગામો મચ્યો હતો. એવું કહેવાય છે કે આ તસવીર છ મેની હતી. હેનકોક પર કોરોના નિયમોના ભંગનો આરોપ લાગ્યો હતો. વિવાદ સામે આવ્યા બાદ બ્રિટનની બોરિસ જ્હોનસન સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. મેટના રાજીનામાનો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને સ્વીકાર પણ કરી લીધો છે. આ સાથે જ તેમણે કહ્યું કે માત્ર કોરોના મહામારીને પહોંચી વળવા માટે જ નહીં પરંતુ તે પહેલા પણ તમે જે કઈ મેળવ્યું છે તેના પર તમારે ગર્વ સાથે પદ છોડવું જોઈએ.

આ પણ વાંચો :એક અઠવાડિયામાં ડેલ્ટા વેરિયન્ટના 35 હજારથી વધુ કેસ, હવે લેમ્બડાએ પણ દસ્તક આપી

તેમણે કહ્યું કે મેં આ પરિસ્થિતિઓમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કર્યું નથી જેનો હું સ્વીકાર કરું છું. તેમણે કહ્યું કે મેં લોકોને નિરાશ કર્યા છે જેનો મને પસ્તાવો છે. હું દેશને આ મહામારીમાંથી બહાર કાઢવા માટે કામ કરી રહ્યો છું અને આ વ્યક્તિગત મામલે પોતાના પરિવાર માટે પ્રાઈવસી રાખવા બદલ પણ હું આભારી રહીશ. સન અળબારે હેનકોકની તસવીર પ્રકાશિત કરતાં જણાવ્યું હતું કે તેઓ પરિણીત છે અને સહયોગીને પાછલા મહિને જ તેમણે નિયુક્તિ આપી છે. આ ઘટના બાદ હૈનકૉકના રાજીનામાની માંગણી પણ શરૂ થઈ ગઈ હતી પરંતુ એક નિવેદનમાં તેમણે લોકોની માફી માંગતા કહ્યું કે તેઓ રાજીનામું આપશે નહીં.

આ પણ વાંચો :રશિયામાં ફરીવાર કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં 21665 કેસો, 619 નાં મોત

હેનકોકે અફેયરના અહેવાલને ફગાવ્યા તો નથી પરંતુ પોતાના પરિવાર માટે પ્રાઈવસી રાખવાની અપીલ કરી છે. તેના બચાવમાં ઉતરેલા તેના સાથીઓનું કહેવું છે કે આ તેનો વ્યક્તિગત મામલો છે અને મંત્રીપદ સાથે તેનો કોઈ જ સંબંધ નથી.

બીજી બાજુ તેમના રાજીનામાની સતત માંગણી કરતા વિરોધીઓનું કહેવું હતું કે સ્વાસથ્ય મંત્રી સાથે કામ કરનારાના ખાસ સંબંધ હોવા તે ટેક્સપેયર્સ સાથે દગો છે. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તોડીને જનતા સાથે વિશ્વાસઘાત કરાયો છે. વિવાદ વધ્યા બાદ હેનકોકે એક રસીકરણ સેન્ટરની મુલાકાત પણ રદ કરી જેને લઈને તેમણે ટીકાનો સામનો કરવો પડ્યો.

આ પણ વાંચો :ચાલુ વિમાનમાંથી યુવકે કૂદકો માર્યો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીર પર નવા રાજકારણની શરૂઆત, ઇમરાન ખાનની મુશ્કેલીમાં વધારો