નવી દિલ્હીઃ યૂપમાં શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થશે આ પહેલા પ્રધાનમંત્રી મોદી અને સીએણ અખિલેશ અને માયાવતી એક બીજા આરોપોનો વરસાદ કર્યો હતો. યૂપીમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા માટેના ચૂંટણી પડઘમ શાંત થઇ ગયા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીતનો દાવો કરી રહેલી બસપા સુપ્રિમો માયાવતીએ આજે મુરાદાબાદની સભામાં વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. માયાવતીએ અંહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા સસાથે ચૂંટણી લડી રહેલી બીજેપી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જ્યારે કેન્દ્ર સરકાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા નથી સંભાળી શક્તી તો યૂપીનું કેવી રીતે સંભાળશે.
માયાવતીએ કહ્યું કે સપા સરકારમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. બીએસપી સત્તામાં આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થા ફરી બેઠી કરવામાં આવશે. કૉંગ્રેસ અને સપાના ગઠબંધન પર નિશાન સાધતા બસપા સુપ્રિમોએ કહ્યું હતું કે, કૉંગ્રેસ સત્તાની લાલચમાં અલ્પસંખ્યક વિરોધી સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરે છે.
મુરાબાદની સભામાં માયાવતીએ ઘણા લોકલોભાવણી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતોનું લેણું માફ કરી દેશે.ભૂમિહીન અને દલિતનોને જમીન આપવામાં આવશે. માયાવતીએ બસપા સરકારના આવ્યા બાદ શિક્ષા મંત્રીની સમસ્યાનુ સમાધાન સાથે મિડ-ડે મીલની ગુણવત્તા વધારતા દુધ,ઇંડા અને બીજા પોષ્ટીક આહાર આપવાની વાત કરી હતી.