Rajkot/ મનપાનું મેગા ડિમોલિશન, 4.42 કરોડની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટના વિવિધ વિસ્તારોમાં રહેતા લુખ્ખા તત્વો દ્વારા સમાજ વ્યવસ્થા ખોરવાઈ તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કેટલાક તત્વો દ્વારા

Gujarat
1

રાજકોટના વિવિધ વિસ્તારોમાં રહેતા લુખ્ખા તત્વો દ્વારા સમાજ વ્યવસ્થા ખોરવાઈ તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. રાજકોટના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવ્યો હતો. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં આ લોકોએ સરકારી જમીન પરથી પોતાના દબાણ હટાવ્યા ન હતા.રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોનમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 3 ના સંતોષી નગર વિસ્તારમાં 55 મિલકતો પર મનપાએ બુલડોઝર ફેરવ્યું હતું. જેમાં 1 મંદિર, 29 રહેણાંક મકાન, 16 દુકાનો સહિત નો સમાવેશ થાય છે. આ ડીમોલેશન બાદ રાજકોટ મહાનગરપાલિકાએ 4.42 કરોડની 1100 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી છે. આ ઉપરાંત માલયાસણ માં ગેરકાયદેસર બાંધકામ પર પણ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું હતું.

Overview of Concrete Demolition Methods

Rajkot / મકરસંક્રાંતિ બાદ એક સાથે ચાર બ્રિજનું મુખ્યમંત્રી લોકાર્પણ ક…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના વોર્ડ નંબર 3 માં સંતોષી નગર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વહેલી સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડીમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ડિમોલિશન શાંતિપૂર્વક યોજાયું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને ગેરકાયદેસર મિલકતો ખડી કરી દેનારા લોકો સામે મનપાએ અગાઉ નોટીસ પાઠવ્યા છતાં જગ્યા ખાલી કરવામાં ન આવતા ફરજના ભાગરૂપે કડક કાર્યવાહી કરતા આજરોજ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.

The 4 Most Common Ways to Demolish a Building

diplomacy / ભારતની ‘રસી મુત્સદ્દીગીરી’,  જે નેપાળ અને બાંગ્લ…

આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ-અમદાવાદ હાઇવે પર પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માલીયાસણ અને આજુબાજુના હાઇવે પર પણ ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા વિવિધ 25 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાની સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી હતી.

Covid-19 /  શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને કોરોના…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…