Not Set/ લવ યુ ફ્રેન્ડસ, મોમ-ડેડ કહીને મહેસાણાના યુવકે કરી આત્મહત્યા, વીડિયો થયો વાયરલ

ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના ચાણસ્મામાંથી એક કમકમાટી ભરી આત્મહત્યાની ઘટના સામે આવી છે.

Gujarat Others
a 269 લવ યુ ફ્રેન્ડસ, મોમ-ડેડ કહીને મહેસાણાના યુવકે કરી આત્મહત્યા, વીડિયો થયો વાયરલ

કોરોના કાળમાં આપઘાતની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ કપરા સમયમાં મહેસાણા જીલ્લામાંથી આત્મહત્યાની એક મોટી ઘટના સામે આવી છે, જેને લઈને સૌ કોઈ ચકિત થઇ ગયા છે.

આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો, મહેસાણા જીલ્લાના ચાણસ્મામાં રહેતા ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી અને આ વિડીયોમાં તેને પોતાની આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું.

આ ઉપરાંત તેને પોતાના વિડીયોમાં કહ્યું હતું કે, ‘મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય….’

બીજી તરફ આ સમયે હાલત એ હતી કે, કેનાલમાં કૂદ્યા બાદ યુવક તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું.

આ યુવકે આત્મહત્યા કર્યા બાદ ત્યાં હાજર લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યાર ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો.

અમદાવાદમાં પણ બની હતી આવી જ ઘટના 

થોડા સમય પહેલાં જ અમદાવાદમાં આયેશા નામની યુવતીએ પતિ સાથે થયેલી તકરારોથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેણે હસતા મોઢે સાબરમતી રીવરફ્રન્ટ પરથી મોતની છલાંગ લગાવી અને જિંદગી હોમી નાખી હતી. આયેશાની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો. જોકે, આ યુવકે પણ આવી રીતે જ કેનાલ પરથી અંતિમ વીડિયો બનાવી મોતની છલાંગ લગાવી હતી.