Accident/ સુરતમાં મર્સિડીઝ કારચાલકે એકસાથે 3 લોકોને લીધા અડફેટે, 1 નું કરુણ મોત

મર્સિડીઝ કાર ચાલકે સાયકલ, બાઈક અને ઓટોરિક્ષાને એડફેટે લીધી હતી. જેમાં સાયકલ સવારનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે મોપેડ, કાર તથા રિક્ષાચાલકને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાંલઈ જવામાં આવ્યા છે.

Gujarat Surat
a 56 સુરતમાં મર્સિડીઝ કારચાલકે એકસાથે 3 લોકોને લીધા અડફેટે, 1 નું કરુણ મોત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોવાં છતાં રાજ્ય સરકાર કોઈ યોગ્ય પગલા લઈ રહી નથી. ત્યારે તાજેતરમાં સુરતના ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મર્સિડીઝ કાર ચાલકે સાયકલ, બાઈક અને ઓટોરિક્ષાને એડફેટે લીધી હતી. જેમાં સાયકલ સવારનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે કાર તથા રિક્ષાચાલકને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાંલઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, મર્સિડીઝ કાર ચાલક પોતાની ગાડી મુકી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતમાં મોડી રાતે સુરતના ઉઘના મગદલ્લા રોડ પરબેફામ મર્સિડીઝ ચલાવતા ડ્રાઈવરે એક સાયકલ, એક બાઈક અને એક ઓટોરિક્ષાને કારની અડફેટે લીધી હતી. જેમાં કારની અડફેટે આવેલા સાયકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બાકીનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખટોદરા પોલીસે ઘટનાની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખીનીય છે કે, મર્સિડીઝ મૂકીને ભાગી ગયેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા રહેલી છે. કારચાલક તેના શેઠને એરપોર્ટ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. પાંડેસરામાં રહેતો તિવારી અટક ધારી ડ્રાઇવર હોવાની વાત પોલીસ દ્વારા જણાવવામાં આવી છે તથા તેના ઘરે પણ મોડીરાત્રે પોલીસ તપાસ કરવાં માટે ગઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો