Gujarat unseasonalrain/ હવામાન વિભાગે ગરમીની સિઝનમાં કરી કમોસમી વરસાદની આગાહી, 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શકયતા

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઈને રાજ્યમાં વાતાવરણના બદલાવના સંકેત આપ્યા છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 05T150158.826 હવામાન વિભાગે ગરમીની સિઝનમાં કરી કમોસમી વરસાદની આગાહી, 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શકયતા

ગુજરાત : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઈને રાજ્યમાં વાતાવરણના બદલાવના સંકેત આપ્યા છે. ગરમીની વચ્ચે ગઈકાલથી આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા. ગરમીની ઋુતુમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું. એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે ગરમીનો પારો ઉંચો જોવા મળે છે પરંતુ આ હાલમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે.

હવામાનમાં થઈ રહેલા ફેરફારોને પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમા સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 11મીએ સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના દક્ષિણ ભાગોમાં તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમ્યાન પંમહાલ, સાબરકાંઠા અને અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પવનનું જોર રહેશે અને ક્યાંય છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યારે ગરમીનો માહોલ છે. પરંતુ ગત સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સરેરાશ 37 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શકયતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ