Millets Year/ સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકામાં સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ૧થી ૩ માર્ચ દરમિયાન બપોરના ૪થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 02 29T184233.819 સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી 'મિલેટ મહોત્સવ-૨૦૨૪'નું આયોજન

Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઊજવવાનું જાહેર કરાયું હતું. રાજ્ય સરકારે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે પણ વિશેષ આયોજન કર્યું છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં ૧થી ૩ માર્ચ દરમિયાન ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકામાં સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ૧થી ૩ માર્ચ દરમિયાન બપોરના ૪થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

2023 होगा International Year of Millets, जानें क्यों खास है बाजरा-ज्वार  जैसे मिलेट्स और क्या है इनका इतिहास - International Year of Millets 2023  history importance and health benefits of millets ...

અમદાવાદમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબહેન વાઘેલા, અમદાવાદ પશ્વિમના સાસંદ કિરીટભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., ડીડીઓ વિદેહ ખરે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ મિલેટ મહોત્સવમાં મિલેટ થીમ પર વિવિધ પ્રકારના સ્ટોલ, હેન્ડીક્રાફટ વેચાણના સ્ટોલ, મિલેટ અને મિલેટ ફૂડ પ્રોડકટસના સ્ટોલ, મિલેટ બેઇઝ્ડ લાઇવ ફૂડ ઝોન તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે.

આ ‘મિલેટ મહોત્સવ-૨૦૨૪’માં જાહેર જનતા માટે પ્રવેશ નિ:શુલ્ક (ઓપન ફોર ઓલ) રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડિયામાં લગ્નસરાની મોસમમાં ફટાકડાથી કચરાઓનો ઢગલો જોવા મળ્યો

આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો

આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી