ભરૂચ/ વેલ્ફેર હોસ્પિટલ તેમજ તમામ કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા મિટિંગોનો દોર કર્યો

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ગત શુકવારે મધ્યરાત્રીએ લાગેલી આગના કારણે બે નર્સિંગ સ્ટાફ, ૧૬ દર્દીઓ સહિત ૧૮ લોકો સળગીને ભડથું થઈ ગયા હતા. ગોઝારી આગની ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે, રાજ્યના ગૃહમંત્રી ઘટના અંગે સમીક્ષા કરવા ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ પોતાના કાફલા સાથે આવી પહોંચ્યા હતા. રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા કલેકટર […]

Gujarat
Untitled 17 વેલ્ફેર હોસ્પિટલ તેમજ તમામ કોવિડ હોસ્પિટલની મુલાકાત કરી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા મિટિંગોનો દોર કર્યો

મુનિર પઠાન-મંતવ્ય ન્યુઝ

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ગત શુકવારે મધ્યરાત્રીએ લાગેલી આગના કારણે બે નર્સિંગ સ્ટાફ, ૧૬ દર્દીઓ સહિત ૧૮ લોકો સળગીને ભડથું થઈ ગયા હતા. ગોઝારી આગની ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે, રાજ્યના ગૃહમંત્રી ઘટના અંગે સમીક્ષા કરવા ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ પોતાના કાફલા સાથે આવી પહોંચ્યા હતા. રેન્જ આઈજી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી. મોડીયા, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ભરૂચ શહેરમાં આવેલ કોરોના હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યો હતો.

વેલ્ફેર હોસ્પિટલમાં બનેલી ઘટનામાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેવા દર્દીના પરિવારોને શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઘટના અંગે એડી. ચીફ સેક્રેટરીની ટિમ બનાવી ઘટના અંગેની સમીક્ષા કરી પરીવારોને આર્થિક મદદ માટે દર્દીના સગાઓને ચાર લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર, નર્સિંગ, પેરા મેડિકલ સ્ટાફની પૂરતી સગવડ છે કે નહીં તેની માહિતી માટે મુલાકાત કરી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત દરમીયાન સિવિલ આર.એમ.ઓ. ડૉ. એસ.આર.પટેલે જણાવ્યું હતું કે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મેડિકલ સ્ટાફ, ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડીસીવીર ઈન્જેકશન સહિતની પૂરતી વ્યવસ્થા છે. ભરૂચના અન્ય કોવિડ કેર સેન્ટરોની પણ મુલાકાત કરી હતી. એક પ્રેસ કોંફરન્સ દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટીમ ભરૂચ દ્વારા કોરોના દર્દીઓ માટે ઉત્તમ સગવડ ઉભી કરવામાં આવી છે. જિલ્લા, તાલુકા, નગરપાલિકા પ્રમુખો, ધારાસભ્યો સાથે બેઠક કરી “મારુ ગામ, કોરોના મુક્ત ગામ” બનવવા સૂચન કર્યું હતું.

દરેક ગામમાં એક અલાયદું કોવિડ સેન્ટર ઉભું કરી પૂરતી સગવડ ઉભી કરવામાં આવે અને સંક્રમણ અટકાવવાના પ્રયાશો કરવામાં આવશે. મારુ ગામ કોરોના મુક્ત ગામ બનાવવા ગામોના સરપંચ સહિતની ટિમ કામે લાગશે. ૬૦ ડેજીગ્નેટિવ હોસ્પિટલ, ૮ કોવિડ હોસ્પિટલ, ૪૪ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને કોઈપણ તકલીફ ન ઉભી થાય તે માટે તંત્ર ખડેપગે રહેશે. ભરૂચમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને હેલ્પલાઇન ઉભી કરવામાં આવી છે. ઇ.એસ.આઈ.સી.માં ૨૦૦ બેડને ઓક્સિજન સુવિધા ઉભી કરવામાં આવી છે.

રોજેરોજ ૬૦૦ રેમીડિસીવીર ઇન્જેક્શન આપવામાં આવે છે. અત્યાર સુધી ૧૧,૬૦૦ રેમડીસીવીર ઈન્જેકશન આપવામા આવ્યા છે. વેકસીનેશનને પ્રાધાન્ય આપી વેકસીનેશન કાર્યક્રમો વધુ થાય તે માટે આયોજન કરવામાં આવશે. કોરોના મહામારીમાં ટિમ ભરૂચને કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. વેલ્ફેર હોસ્પિટલના ખસેડવામાં આવેલ દર્દીઓ માટે સમયાંતરે ફરીથી સગવડ ઉભી કરવામાં આવશે. આરોગ્ય ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં હાલ પૂરતું લોકડાઉન જરૂરી નથી, સ્વૈચ્છિક લોકડાઉન અને સંપૂર્ણ લોકડાઉન બાબતે અત્યારે કોઈ નિશ્ચિત પગલાં લેવાય તે જરૂરી નથી.