હવામાન/ આજે બપોર પછી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યને વરસાદે ઘમરોળયુ છે. ઠેર ઠેર પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી. જોકે વરસાદે વિરામ લેતા પુરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

Top Stories Gujarat
C2 1 આજે બપોર પછી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત રાજ્યને વરસાદે ઘમરોળયુ છે. ઠેર ઠેર પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી. જોકે વરસાદે વિરામ લેતા પુરના પાણી ઓસરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સોમવારે બપોર પછી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની ગેરહાજરીથી રાજ્યમાં ગરમી-બફારો વધ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય લૉ-પ્રેશર આગળ વધ્યું છે. રાજ્યમાં આગામી 20 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેવાના સંકેત છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત ભારે વરસાદની પણ શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા વિકટ કરવામાં આવી છે.

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું. સોમવારે બપોર પછી શહેરમાં વરસાદનું જોર વધશે તેમજ 20 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. લો-પ્રેશરની અસરથી આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

monsoon/ જે રાજ્યોમાં પૂરના પાણી હજુ સંપૂર્ણ રીતે ઓસર્યા નથી, ત્યાં ફરીથી ભારે વરસાદની ચેતવણી