High Court/ સમલૈંગિકોને સાથે રહેવું એ ફેમિલી નથી, મોદી સરકારે કોર્ટમાં ‘સમલૈંગિક લગ્ન’નો કર્યો વિરોધ

સમલૈંગિક લગ્નને મંજૂરી માંગતી અરજીઓ પર પોતાનો વલણ વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં તેનો વિરોધ કર્યો છે. સરકારે ગુરુવારે કહ્યું કે, સમલૈંગિક દંપતી પાર્ટનર તરીકે સાથે રહે છે

Top Stories India
a 362 સમલૈંગિકોને સાથે રહેવું એ ફેમિલી નથી, મોદી સરકારે કોર્ટમાં 'સમલૈંગિક લગ્ન'નો કર્યો વિરોધ

સમલૈંગિક લગ્નને મંજૂરી માંગતી અરજીઓ પર પોતાનો વલણ વ્યક્ત કરતાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં તેનો વિરોધ કર્યો છે. સરકારે ગુરુવારે કહ્યું કે, સમલૈંગિક દંપતી પાર્ટનર તરીકે સાથે રહે છે અને સંભોગ કરે છે તેની ભારતીય પરિવાર સાથે તુલના કરી શકાય નહીં.

હિન્દુ મેરેજ એક્ટ અને વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની માંગ કરતી અરજીનાં જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં પોતાનું વલણ રજૂ કર્યું છે. સમલૈંગિક લગ્નને મંજૂરી માટે હાઇકોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમાંથી બે મહિલાઓ પણ છે જે છેલ્લા ઘણા સમયથી સાથે રહી હતી અને સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા, OTT માટે નવી માર્ગદર્શિકા: સરકાર નથી જાણતી, દેશમાં કેટલા ન્યૂઝ પોર્ટલ…

કેન્દ્ર સરકારે કહ્યું કે લગ્ન એ બે વ્યક્તિઓનો મામલો હોઈ શકે છે, જેની અસર તેમના અંગત જીવન પર પડે છે, પરંતુ તે ફક્ત ગોપનીયતાનાં ખ્યાલમાં જ છોડી શકાતી નથી. સરકારે કહ્યું કે, “જીવનસાથી તરીકે સાથે રહેવું અને સમાન લિંગ સાથે સંભોગ માણવું જેની ભારતીય કુટુંબનાં એકમ સાથે તુલના કરી શકાતી નથી, જેમાં પતિ, પત્ની અને બાળકો છે. તેમાં જૈવિક પુરુષ ‘પતિ’, જૈવિક સ્ત્રી ‘પત્ની’ છે અને તેમના મિલનથી બાળકનો જન્મ થાય છે.”

કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે, બંધારણીય બેંચ હાલનાં અધિકારોનું વિશ્લેષણ કરી શકે છે, પરંતુ ન્યાયિક નિર્ણય દ્વારા નવા અધિકારો બનાવી શકતી નથી. કેન્દ્રએ કહ્યું કે, સમાન લિંગ લગ્નને કાયદેસર માન્યતા આપવા માટે દાખલ કરેલી અરજીઓ અસમર્થનીય છે.

આ પણ વાંચો : ઉધમપુરમાં એક સૈનિકની કરાઈ ધરપકડ, પાક.ને ડેટા શેર કરવાનો છે આરોપ