Gujarat/ બનાસકાંઠા, મુંદ્રા અને સુરતમાં દારૂનો જથ્થો મળીને 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

એસએમસીના અધિકારીઓએ 15 આરોપીઓને ઝડપી લીધા

Top Stories Gujarat
Beginners guide to 2024 06 23T214316.087 બનાસકાંઠા, મુંદ્રા અને સુરતમાં દારૂનો જથ્થો મળીને 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Gujarat News : રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે બનાસકાંઠા, મુંદ્રા અને સુરતમાં સ્ટેટ મોનીટરિંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દારૂના જથ્થા સાથે 40 લાખતી વધુનો મુદ્દામાલ કબજે કરીને 15 આરોપીની ધરપકડ કરી હતી.

પ્રથમ બનાવમાં બનાસકાંઠાના ભિલાડથી અરનીવાડા રોડ પર બુકોલી ગામ પાસેથી પોલીસે ત્રણ વાહનોમાં લઈ જવાતો રૂ.9,56,756 નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે એસક્રોસ, સ્કોર્પિયો અને ફોરચ્યુનર એમ ત્રણ વાહનો કબજે કરીને દારૂ સાથે કુલ રૂ. 36,78,176 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ચાકર આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં તેમને શિહોરી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપી દીધા હતા. જ્યારે 10 આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં કચ્છ ભૂજના મુદ્રા ખાતે નવીન ગામની સીમમાંથી પોલીસે  દારૂનો જથ્થો, 9 મોબાઈલ અને ચાર વાહનો મળીને કુલ રૂચ 2,67,160નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં 9 આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે 3 આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મુંદ્રા શહેર પોલીસ ચલાવી રહી છે.

જ્યારે સુરત શહેરમાં ચોક બજાર સરદાર પટેલ હોસ્પિટલના બેઝમેન્ટમાં વાહનમાંથી દારૂનો જથ્થો મળીને કુલ રૂ. 90,410 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરીને ચોક બજાર પોલીસને વધુ તપાસ માટે સોંપ્યા હતા. જ્યારે એક ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું