Not Set/ સવારે રિપોર્ટ આવ્યો કોરોના પોઝીટીવ અને સાંજે જણાવ્યું નેગેટીવ ! સાચું કોણ ?

કોરોના સંક્રમણના આઘાત માંથી પસાર થયેલા આ ઘરના સ્વજનોમાં આપણી દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની દિવસભરની આ ચિંતાતુર કોરોના સંક્રમણની ભયની લાગણીઓ વચ્ચે પિતા અર્જુનસિંહ સોલંકી આજ મોડી સાંજે RTPCR રિપોર્ટ લેવા ગયા તો આ રિપોર્ટ નેગેટિવ હોવાનું બહાર આવ્યા તેઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા.

Gujarat Others Trending
કોરોના

કોરોના વિદાય વચ્ચે આરોગ્ય તંત્રના હાશકારો કે બેજવાબદારી

ગોધરા સ્થિત વાવડી બુઝર્ગમાં રહેતી એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અને સાંજે નેગેટિવ આવ્યો.!!

પંચમહાલ જિલ્લામાંથી લગભગ વિદાય લઈ રહેલા કોરોનાના કપરા દિવસોમાંથી હળવાશ અનુભવતા આરોગ્ય કર્મચારીઓ અને વહીવટી તંત્રના આ હાશકારાઓમાં ક્યાંક લાપરવાહીઓ દેખાતી હોવાના આજરોજ બહાર આવેલા એક ચર્ચાસ્પદ કિસ્સામાં ગોધરા શહેરને અડીને આવેલ વાવડી બુઝર્ગમાં રહેતી ૨૧ વર્ષની યુવતી જલ્પાબેન અર્જુનસિંહ સોલંકીએ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે તા.૧૬મીના રોજ RTPCR રિપોર્ટ માટે સેમ્પલ આપ્યું હતું.

આ RTPCRટેસ્ટ રિપોર્ટની યાદી સાથે વાવડી બુઝર્ગના આ સરનામાં સાથે યુવતીના ઘરે પહોંચી ગયેલ આરોગ્ય વિભાગના તબીબ દ્વારા જલ્પાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની ખબરો સાથે સારવાર માટેની સલાહ આપ્યા બાદ આગામી તા.૨૬મી એટલે કે દસ દિવસો સુધી આ દર્દીએ હોમ આઈસોલેશનમાં રહેવાની નોંધ સાથે રવાના થયા હતા. કોરોના સંક્રમણના આઘાત માંથી પસાર થયેલા આ ઘરના સ્વજનોમાં આપણી દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની દિવસભરની આ ચિંતાતુર કોરોના સંક્રમણની ભયની લાગણીઓ વચ્ચે પિતા અર્જુનસિંહ સોલંકી આજ મોડી સાંજે RTPCR રિપોર્ટ લેવા ગયા તો આ રિપોર્ટ નેગેટિવ હોવાનું બહાર આવ્યા તેઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા.અને સવારે પોઝિટિવ રિપોર્ટની યાદી સાથે આવેલા આરોગ્ય તંત્રની ટીમના તબીબનો પુનઃ સંપર્ક કરીને નેગેટિવ રિપોર્ટ બતાવતા અંતે ભૂલનો સ્વીકાર કર્યો હતો.!!