Gujarat investment/ રાજ્યમાં એક જ દિવસમાં 1,401 કરોડ રૂપિયાના રોકાણો સાથેના MoU

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વે સ્ટમેન્ટગ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટક ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે.

Top Stories Gujarat
Gujarat investment રાજ્યમાં એક જ દિવસમાં 1,401 કરોડ રૂપિયાના રોકાણો સાથેના MoU
  • કેમિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ દહેજ અને સાયખા GIDCમાં રોકાણો કરશે
  • બે હજારથી વધુ અપેક્ષિત રોજગારીની તકો ઊભી થશે
  • – વાયબ્રન્ટ પૂર્વે પ્રતિ સપ્તાહ MoUના ઉપક્રમની બે કડીમાં કુલ 2,761 કરોડના 10 MoU
  • ટેક્ષટાઈલ સેક્ટરમાં-1,800, એન્જિIનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2,285 સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ હબ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટક ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટે સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
આ ઉપક્રમનાં બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા રાજ્યમાં ઉદ્યોગો શરૂ કરવા માટે રૂ. 1,401 કરોડના કુલ રોકાણો સાથે ચાર જેટલા MoU બુધવારે બીજી ઓગસ્ટે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. તદ્‌નુસાર કેમિકલ સેક્ટરમાં કુલ 1,401 કરોડ રૂપિયાના રોકાણો માટે ચાર ઉદ્યોગગૃહોએ MoU કર્યા હતા.
આ ઉદ્યોગો ભરૂચ જિલ્લાના સાયખા તથા દહેજ GIDCમાં પોતાના ઉદ્યોગો શરૂ કરશે અને અંદાજે 2,285 જેટલા સંભવિત રોજગાર અવસરો પૂરા પાડશે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ. જે. હૈદરે રાજ્ય સરકાર વતી અને ઉદ્યોગગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.
પ્રતિ બુધવારે યોજવામાં આવતા આ MoU સાઈનીંગના ઉપક્રમની બે કડીમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ 2,761 કરોડ રૂપિયાના રોકાણોના 10 MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ પાંચ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. તદ્‌નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં- 1,800, એન્જિાનિયરીંગ સેક્ટરમાં-700, ફાર્માસ્યુટીકલ સેક્ટરમાં-500 અને કેમિકલ સેક્ટરમાં-2285 જેટલા સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ વડાપ્રધાનશ્રી નરેન્ભારઈ મોદીની મેક ઈન ઈન્ડીજયા નેમ સાકાર કરતું બેસ્ટ ઈન્ફ્રા સ્ટ્રક્ચર ગુજરાતમાં છે તેના પરિણામે તેઓ પોતાના ઉદ્યોગો ગુજરાતમાં શરૂ કરવા આકર્ષિત થયા છે તેમ જણાવ્યું હતું.
બુધવારે બીજી ઓગસ્ટે થયેલા MoU અનુસાર સાયખા અને દહેજ GIDC 2024-25-26 સુધીમાં આ ઉદ્યોગો શરૂ કરવા માટે જે ચાર MoU થયા છે તેમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ દ્વારા દહેજ-2માં રૂ. 50 કરોડના રોકાણ સાથે જે એકમ સ્થપાશે તે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા લિથિયમ હેક્ષાફ્લોરો ફોસ્ફેટનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત સવિતા ગ્રીન ટેક લિમીટેડ સાયખા GIDCમાં  493 કરોડના રોકાણ સાથે પ્લાસ્ટિક બોટલ્સ રિસાયક્લીંગ પ્રોજેક્ટ શરૂ કરશે.
હારક્રોસ કેમિકલ્સ પ્રાઈવેટ લિમીટેડ રૂ. 300 કરોડના રોકાણો સાથે દહેજ-1માં સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્લાન્ટસ તેમજ આશુ ઓર્ગેનિક ઈન્ડીપયા પ્રા. લિમિટેડ દહેજ-3માં રૂ.108 કરોડના રોકાણ સાથે ડાઈસ એન્ડી પિગ્મેટન્ટ ઈન્ટગરમિડીયેટ્સ ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાના છે.

 

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના/ ભાવનાગરમાં માધવહીલ કોમ્પલેક્ષનો એક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

આ પણ વાંચોઃ Nitin Desai Suicide/ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કર્યો આપઘાત, આર્થિક તંગીથી હતા પરેશાન, દેવદાસ-લગાન જેવી ફિલ્મો માટે કર્યા હતા સેટ

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast/ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ પણ વાંચોઃ દુર્ઘટના/ અમદાવાદમાં દિવાલ ધરાશાયી, કાટમાળમાં દબાયેલા યુવકનું મોત

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના મોરવાહડફમાં સૌથી વધુ વરસાદ