Not Set/ વરસાદ ખેંચાતા વાવેતરને ભારે નુકસાનની શકયતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની થશે કસોટી

રાજ્ય સરકારની નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો હોય કે 2 વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તે સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેને દુષ્કાળ ગણવાની જોગવાઈ છે.

Top Stories Gujarat Others
દુષ્કાળ

વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળ ના ડાકલા વાગી રહ્યા છે. હવામાનની આગાહી વ્યક્ત કરતી વેબસાઈટ સ્કાઈમેટ દ્વારા પણ દુષ્કાળની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો સાથે આ વખતે રાજ્યમાં અમલી નવી CM કિસાન સહાય યોજનાની પણ પરીક્ષા થશે.

  • 10 ઈંચથી ઓછો કે 28 દિવસમાં વરસાદ થવો
  • તે સ્થિતિમાં કૃષિ નુકસાનને દુષ્કાળ ગણાશે
  • સપ્તાહમાં વરસાદ ના પડે તો જાહેર થઇ શકે દુષ્કાળ
  • સત્તાવાર રીતે સરકાર દુષ્કાળ જાહેર કરી શકે
  • આ વર્ષે 80.06 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું

varsad વરસાદ ખેંચાતા વાવેતરને ભારે નુકસાનની શકયતા, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની થશે કસોટી

વરસાદ ખેંચાતા વાવેતરને મોટુ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની પણ આ વખતે કસોટી થશે. રાજ્ય સરકારની નવી યોજના હેઠળ જે તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ થયો હોય કે 2 વરસાદ વચ્ચે સળંગ 28 દિવસનું અંતર હોય તે સ્થિતિમાં કૃષિ નુકસાન થાય તો તેને દુષ્કાળ ગણવાની જોગવાઈ છે. ત્યારે આગામી સપ્તાહમાં સુધીમાં વરસાદ ન પડે તેવા તાલુકાઓમાં સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં આ વર્ષે ખરીફ સિઝનમાં કુલ 80.06 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે.

  • ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટરથી મળતી માહિતી પ્રમાણે 
  • સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પરથી આંકડા કરાયા જાહેર
  • રાજ્યમાં સરેરાશ સિઝનમાં 41.71 ટકા વરસાદ
  • સામાન્યત: 2 તાલુકામાં 2 ઈંચથી ઓછો વરસાદ
  • સરેરાશ 20 તાલુકાઓમાં 5 ઈંચથી ઓછો વરસાદ
  • 251માંથી 114  તાલુકામાં 10 ઈંચ ઓછો વરસાદ

ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 41.71 ટકા વરસાદ પડ્યો છે. 2 તાલુકાઓ તો એવા છે જ્યાં 2 ઈંચ કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે 20 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. 251 તાલુકામાંથી 114 તાલુકાઓમાં 10થી ઓછો વરસાદ પડ્યો છે.

ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કલેક્ટરો દ્વારા ઓછા વરસાદવાળા તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવે.  જેથી ખેડૂતોને યોજનાનો ઝડપી લાભ મળે અને ખેડૂતો ખેતી અને રવિ પાક માટે આગળ વધે.

રાજસ્થાન / બાડમેરમાં મોટો અકસ્માત, IAF નું મિગ -21 બાઇસન પ્લેન ક્રેશ

પ્રેરણાદાયી પોલીસ / ગુનાહિત દુનિયા છોડીને યુવતી બની IFS, આજે વિદેશમાં ભારતીય એમ્બેસીમાં કરે છે કામ

ગુજરાત / ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત, 677 બિન હથિયારધારી ASI ને મળશે એડહોક પ્રમોશન

આતંકવાદી ગતિવિધિઓ / તાલિબાની ખતરાથી કેવી રીતે છુટકારો મેળવીશું, સીડીએસ બિપિન રાવતે કહ્યું, – પ્લાન તૈયાર છે