double Murder/ પિતા અને ભાઈની હત્યા, 26 દિવસમાં 7 રાજ્યોમાં તપાસ

શાતીર દિકરી અને કાતિલ બોયબ્રેન્ડે પોલીસને ઉંધે રવાડે ચઢાવી

Top Stories India
Beginners guide to 2024 04 11T201230.489 પિતા અને ભાઈની હત્યા, 26 દિવસમાં 7 રાજ્યોમાં તપાસ

Madhyapradesh News : 26 દિવસ, 7 રાજ્ય, 9 શહેર, 8 પોલીસની ટીમ, 35થી વધુ પોલીસકર્મી અને જેનો અંત નથી તેવી શોધખોળ. આ સ્ટોરી એક એવા ડબલ મર્ડર કેસની છે જેને પરફેક્ટ મર્ડર નામ તો ન અપાય પણ હત્યા બાદ કાતિલ પોલીસને જે રીતે ઉંધે રસ્તે ચઢાવતો હતો તે જોતા એવું કહી શકાય કે આવા કાતિલ ક્યારેક ગુનાખોરીની દુનિયામાં જોવા મળે છે.

આ ડબલ મર્ડરનો આરોપી 20 વર્ષનો છે. તેને સાથ આપનારી પાર્ટનર તો હજી સગીર છે. પોલીસને કોઈ માહિતી મળે અને જગ્યાએ પહોંચે ત્યાં સુધીમાં બન્ને ફરાર થઈ જતા હતા. ખાખી વર્દીને આરોપીઓ ક્યારે પકડાશે તે કેવું મુશ્કેલ થઈ ગયું. 15 માર્ચે જબલપુરમાં થયેલા આ ડબલ મર્ડરે દેશભરમાં ચર્ચા જગાવી હતી. આ હત્યાનો ઉલાસો ત્યારે થયો જ્યારે કાતિલ જોડીમાંથી એક જણે તેના સંબંધીને મેસેજ કરીને કહ્યું કે કોઈએ તેના પિતા રાજકુમાર વિશ્વકર્મા અને 8 વર્ષના ભાઈ તનિષ્કની હત્યા કરી નાંખી છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી.

બીજીતરફ પોલીસના શંકાના ઘેરામાં વિશ્વકર્માની સગીર પુત્રી અને તેનો બોયફ્રેન્ડ મુકુલ સિહ આવી ગયા. કેમકે હત્યા બાદ સીસીટીવી કેમેરામાં મોકા એ વારદાત થી ભાગતા તેઓ નજરે ચઢ્યા હતા. પોલીસને ફક્ત આરોપીઓના મોબાઈલના લોકેશન ખબર પડતી હતી. પોલીસ લોકેશન પર પહોંચે તે પહેલા બન્ને ગાયબ થઈ જતા હતા. તપાસમાં જબલપુર પોલીસને જાણવા મળ્યું કે બન્ને શહેર છોડ્યા બાદ સૌથી પહેલા કટની તરફ ગયા હતા. ત્યાંથી પૂણે અને ગોવા થઈને મુંબઈ અને કર્ણાટકના ગુલબર્ગા પહોંચ્યા હતા. જોકે તેમછતા પોલીસ તેમના સુધી પહોંચી ન શકી. હત્યારા બસ ટ્રેન સિવાય કેબ અને પ્લેનમાં ટ્રાવેલ કરતા હતા. જબલપુરથી કટની તેઓ બસમાં ગયા હતા. જોકે પિતા અને નાના ભાઈની હત્યા કેમ કરી તે જોઈએ.

જબલપુરના પિપરીયામાં રહેતી આરતીના મોબાઈલમાં ઓડિયો મેસેજ આવે છે. આ મેસેજ તેને તેની કાકાની 16 વર્ષની દિકરી કાવ્યાએ જબલપુરથી મોકલ્યો હતો. મેસેજમાં કહ્યું હતું કે પપ્પા અને ભાઈની કોઈએ હત્યા કરી છે.બન્નેની લાશો ઘરમાં પડી છે. મેસેજ જોઈને આરતી ગભરાઈ ગઈ. તેણે તેના પિતાને આ મેસેજ બાબતે જાણ કરી. બાદમાં આરતીના પિતાએ જબલપુરમાં રહેતા તેમના ઓળખીતાઓને જાણ કરી. ત્યારે પોલીસને આ અંગે માહિતી મળી.

તાત્કાલિક પોલીસે ઘટનાસ્થળે જઈને જોયું તો ઘરમાં રાજકુમાર વિશ્વકર્માની લાશ પડી હતી અને ચારે બાજુ લોહી દેખાતું હતું. ઘરમાં તેમના સિવાય તેમની 16 વર્ષની દિકરી કાવ્યા અને 8 વર્ષનો દિકરો તનિષ્ક જ રહેતા હતા. તેમની પત્નીનું બિમારીને કારણે 2023માં મોત થયું હતું. પોલીસ બાકીના બે બાળકોને શોધવા લાગે છે. પોલીસે ઘરના પ્રીજનું હેન્ડલ પર લોહીના ડાઘ જોઈને તપાસ કરી તો અંદર લાશ હતી. જે તનિષ્કની લાશ હતી. જોકે કાવ્યા ઘરમાં ન હતી. તેનું અપહરણ થયું હશે કે કાવ્યાની હત્યા પણ થઈ હશે જેવા સવાલો શોધવા પોલીસ મથી રહી હતી.

રાજકુમારનો પરિવાર જે રેલ્વે કોલોનીમાં રહેતો હતો ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા. જેમાં 15 માર્ચના રોજ બપોરે 12 વાગ્યે આ કોલોનીમાંથી એક છોકરો લાલ રંગની સ્કૂટી પર બહાર નીકળે છે. ગેટની બહાર આવતા જ એક છોકરી પગપાળા તેની પાછળ પાછળ જાય છે. તપાસ કરતા તે રાજકુમારની દ્કરી કાવ્યા હોવાનું જણાય છે. પોલીસે રાહતનો શ્વાસ લીધો કે કાવ્યા જીવે છે.

પોલીસે અન્ય સીસીટીવી ચેક કર્યા તો મદનમહલ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સ્કૂટી સાથે કાવ્યા અને છોકરો દેખાયા. પોલીસે અંદાજો લગાવ્યો કે બન્ને ટ્રેનમાં શહેર છોડીને જઈ રહ્યા છે. તપાસમાં કાવ્યા સાથે દેખાતો છોકરો મુકુલ સિંહ હોવાનું પોલીસને જાણવા મળ્યું. જે કાવ્યાનો પડોશી હતો. ગયા વર્ષે કાવ્યાએ મુકુલ વિરૃધ્ધ પોલીસમાં એક રિપોર્ટ લખાવ્યો હતો. આથી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને મુકુલને જેલ ભગો કર્યો હતો. એકાદ મહિનામાં તે જામીન પર બહાર આવી ગયો. પોલીસને સવાલ થયો કે તે છોકરા સામે કાવ્યાએ ફરિયાદ નોંદાવી હતી તે પોતાના પિતા અને ભાઈની હત્યા બાદ તેની સાથે કેમ ભાગી રહી છે. તેને જવાબ તો હવે બન્ને પકડાયા બાદ જ ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના