Not Set/ નડિયાદ ACBનાં હથ્થે ચડ્યો લાંચ લેતો કોન્સ્ટેબલ, રંગેહાથ ઝડપવા ગોઠવાયુ હતુ છટકુ

આણંદ આર આર સેલનો કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. નડિયાદ ACB દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ રૂપિયા 70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. નડિયાદ ACB દ્વારા બાતમીનાં આધારે ચિખોદરા ચોકડી પાસે ટ્રેંપ ગોઠવવામાં આવી હતી. જ્યાં કોન્સ્ટેબલ કુલદીપ અને હાર્દિક નામના શખ્સ રૂપિયા 70 હજારની લાંચ લેવા આવ્યા હતા. સુત્રોનાં […]

Gujarat Others
Constable kuldipsinh નડિયાદ ACBનાં હથ્થે ચડ્યો લાંચ લેતો કોન્સ્ટેબલ, રંગેહાથ ઝડપવા ગોઠવાયુ હતુ છટકુ

આણંદ આર આર સેલનો કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. નડિયાદ ACB દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં કોન્સ્ટેબલ કુલદીપસિંહ રૂપિયા 70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. નડિયાદ ACB દ્વારા બાતમીનાં આધારે ચિખોદરા ચોકડી પાસે ટ્રેંપ ગોઠવવામાં આવી હતી. જ્યાં કોન્સ્ટેબલ કુલદીપ અને હાર્દિક નામના શખ્સ રૂપિયા 70 હજારની લાંચ લેવા આવ્યા હતા.

સુત્રોનાં જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ કુલદિપ સિંહ વિશે નડિયાદ ACBને બાતમી મળી હતી. જેના આધારે ACBએ ટ્રેપ ગોઠવ્યુ, જેમા કોન્સ્ટેબલ કુલદિપ સિંહ રૂપિયા 70 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. બીજી તરફ લાંચની રકમ લઈને હાર્દિક નામક શખ્સ ફરાર થઈ ગયો હતો. ACB દ્વારા કોન્સ્ટેબલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેના ફરાર સાથીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા  છે.

કોન્સ્ટેબલ કુલદિપ સિંહ ગોહિલ પર આરોપ છે કે તેણે ત્રણ દિવસ પહેલા ગામનાં એક ફરીયાદીનાં આધારે દેશી દારૂનો જથ્થો પકડ્યો હતો, જેમા કેસ નહી કરવા 8 લાખની તેણે માંગણી કરી હતી, જે બાદમાં 7 લાખે અટકી હતી. પોલીસનાં જણાવવા મુજબ આ રકમ ફરીયાદી પાસેથી લેવામાં આવી. જેમા પાંચ લાખ રૂપિયા ફરીયાદીનાં ભાભીનાં દાગીનાં વેચાવીને પૈસા વસૂલ કર્યા હતા. ત્યારબાદ 1 લાખ 30 હજાર પણ વસૂલ કરવામાં આવ્યા હતા. હવે 70 હજાર રૂપિયા બાકી રહ્યા હતા જે ફરીયાદી આપવાની ઇચ્છા ધરાવતો ન હોવાના કારણે તેણે 1064 પર કોલ કરી ફરીયાદ નોંધાવી હતી, જે બાદ ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવતા આરોપી પકડાઇ ગયો હતો. જ્યારે તેનો સાગરીક હાર્દિક જપાજપી દરમિયાન પૈસા લઇને ભાંગી જવામાં સફળ રહ્યો હતો.