Gujarat election 2022/ નજદીકીયાઃ સૌરાષ્ટ્ર જીતવા મોદીનો આધાર રૂપાણી પર!

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) જીતવા માટે સૌરાષ્ટ્ર સર કરવું મહત્વનું છે. વડાપ્રધાન મોદી આ વાત સુપેરે જાણે છે અને તેમને હજી પણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર સૌરાષ્ટ્રને લઈને ઘણો વિશ્વાસ છે. તેના લીધે તેઓ સતત સૌરાષ્ટ્ર અંગે વાતચીત કરતા રહે છે.

Top Stories Gujarat
Modi Rupani નજદીકીયાઃ સૌરાષ્ટ્ર જીતવા મોદીનો આધાર રૂપાણી પર!

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat election 2022) જીતવા માટે સૌરાષ્ટ્ર સર કરવું મહત્વનું છે. વડાપ્રધાન મોદી (PM Modi) આ વાત સુપેરે જાણે છે અને તેમને હજી પણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay rupani) પર સૌરાષ્ટ્રને લઈને ઘણો વિશ્વાસ છે. તેના લીધે તેઓ સતત સૌરાષ્ટ્ર અંગે વાતચીત કરતા રહે છે. તાજેતરમાં મોદી સોમનાથ *Somnath temple) પહોંચ્યા છે.

સોમનાથમાં પૂજા પછીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વિજય રૂપાણી સાથે સ્ટેજ પર મુક્તમને વાતચીત કરતા દેખાયા તેના લીધે રાજકીય વિશ્લેષકો અનેક અનુમાન લગાવી રહ્યા છે. તેઓને લાગી રહ્યું છે કે શું ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રને લઈને વિજય રૂપાણી પર દારોમદાર બાંધ્યો છે. શું તેઓ રૂપાણીને આગળ ધરીને સૌરાષ્ટ્રના મતદારોને સંદેશો આપવા માંગે છે કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હજી પણ પક્ષમાં કાર્યરત છે.

આ સિવાય કેટલાકને એવો અંદેશો છે કે વડાપ્રધાન રૂપાણીને કોઈ મહત્વની ભૂમિકા સોંપવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આમ વિજય રૂપાણી સાથે વડાપ્રધાનની સતત વાતચીતે સૌરાષ્ટ્ર ભાજપમાં જ નવા સમીકરણોને વેગ આપ્યો હોવાનું મનાય છે. રૂપાણીએ સીએમ તરીકે રાજકોટના વિકાસ માટે કરેલા કાર્યો રાજકોટવાસીઓ ભૂલ્યા નથી. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ છ લેન હાઇવે અને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ ટ્રેનથી જોડવા તે પણ રૂપાણીની જ પરિકલ્પના છે. મોદી તેમની આ વાતથી ઘણા પ્રભાવિત છે. આ સિવાય રૂપાણીએ તેમના મુખ્યપ્રધાન પદના કાર્યકાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના અગ્રણી શહેરોને રેલવેથી જોડવાનો પ્રોજેક્ટ પણ વડાપ્રધાનને ઘણો પસંદ આવ્યો છે. તેથી કેટલાકને અટકળો છે કે ચૂંટણી પછી રૂપાણી કોઈ અલગ જ પ્રકારની ભૂમિકામાં જોવા મળી શકે છે.

ચૂંટણી પ્રચાર અર્થે ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાને આજે સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળમાં સભા સંબોધી હતી. આ સભામાં પીએમમોદીની બાજુમાં સૌરાષ્ટ્ર ભાજપના દિગ્‍ગજ નેતા અને પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈᅠ રૂપાણીને સ્‍થાન મળ્‍યું હતું. જોકે આ દરમ્‍યાન વડાપ્રધાન અને વિજયભાઈ રૂપાણી કોઈ વાતને લઈ સ્‍ટેજ પર ગુફતેગૂ કરતાં દેખાયા હતા. જોકે હવે પીએમ મોદીની બોડી લેંગ્‍વેજથી રાજકીય વિશ્‍લેષકોએ રૂપાણીને પીએમની નિકટ ગણાવ્‍યા છે.ᅠ

આ પહેલા પણ જામકંડોરણામાં સભા હતી ત્‍યારે વડાપ્રધાનᅠ મોદીએ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈᅠરૂપાણીને સ્‍ટેજ પર પોતાની નજીક બોલાવ્‍યા હતા. જયારે બુધવારે ફરી રાજકોટની જાહેર સભામાં આવા દૃશ્‍યો જોવા મળ્‍યા. રાજકોટમાં પણ પીએમ મોદીએ ફરી એકવાર રૂપાણીને સ્‍ટેજ પર નજીક બોલાવ્‍યા અને ગૂફતેગો કરી હતી.ᅠ

આ પહેલા ઓક્‍ટોબરના રોજ જામકંડોરણા ખાતે પીએમ મોદીએ જંગી સભાનું સંબોધન કર્યું હતું. પીએમના આગમન પૂર્વે પાટીલ સ્‍ટેજ પર આવ્‍યા તો બધા તેમની સાથે ચર્ચા કરવા પહોંચી ગયા પણ રૂપાણી તેમની જગ્‍યાએ બેઠા રહ્યા હતા. આ દૃશ્‍ય જોઇ બંને વચ્‍ચે દૂરી હોવાનું એક તબક્કે લોકોને લાગ્‍યું હતું. બાદમાં વડાપ્રધાન આવ્‍યા તો તેમના અભિવાદન માટે પણ વિજયભાઈᅠ રૂપાણી પોતાની જગ્‍યાએ જ ઊભા રહ્યા હતા. વડાપ્રધાને સ્‍ટેજ પર લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું અને બાદમાં સી.આર.પાટીલે ભાષણ આપ્‍યું હતું. પાટીલે ભાષણ ચાલુ કર્યું તે જ સમયે વડાપ્રધાન મોદીએ વિજયભાઈᅠ રૂપાણીને ઈશારો કરી પોતાની પાસે બોલાવી અને તેમની સાથે ટૂંકી વાત કરી હતી.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ જય સોમનાથ સાથે લોકોનું અભિવાદન ઝીલતા મોદી

Gujarat Election 2022/ ભાજપે આદિવાસીઓના નામે જમીન કરી, કોંગ્રેસે ફક્ત