Not Set/ લીંબડીમાં ભાભીની મદદથી નણંદ પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

લીંબડી તાલુકાના ગેડી ગામની દેરાણી અને જેઠાણીએ ગામના યુવક પ્રકાશ અને અજીત ગગજીભાઈ સાથે મળી સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી બાઈકમાં બેસાડી ભગાડી ગયા હતા.

Gujarat Others
A 257 લીંબડીમાં ભાભીની મદદથી નણંદ પર નરાધમોએ ગુજાર્યો બળાત્કાર

લીંબડી તાલુકાના ગેડી ગામની દેરાણી અને જેઠાણીએ ગામના યુવક પ્રકાશ અને અજીત ગગજીભાઈ સાથે મળી સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી બાઈકમાં બેસાડી ભગાડી ગયા હતા. પાણશીણા પોલીસ મથકના વિસ્તારમાં અવાવરું જગ્યાએ સગીરા પર અજીતે બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના માતાએ સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરનાર અજીત ગગજીભાઈ, તેમની મદદગારી કરનાર પ્રકાશ અને બન્ને પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો :કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં, પોલીસના વલણને લઈ લોકોમાં રોષ

ફરિયાદ નોંધાયા છતાં દુષ્કર્મ કરનાર અને તેની મદદ કરનારા આરોપી ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાની સગીરાના કૌટુંબિક ભાભીએ આક્ષેપ કર્યો છે. સગીરાની માતાએ જણાવ્યું હતું કે આરોપી દ્વારા તેમના પુત્રને મારી નાખવાની ધમકી મળી રહી છે. છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 1790 કેસ, મોતની સંખ્યા બમણી થઇ, 24 કલાકમાં કુલ 8ના મોત

આ અંગે પાણશીણા પીએસઆઈ આર.જે.જાડેજાએ જણાવ્યું હતું કે દુષ્કર્મની ફરિયાદ નોંધાયાને 10 કલાકમાં સગીરાનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ફરિયાદમાં દાખલ 4 માંથી 3 દુષ્કર્મ કરનાર અજીત ગગજીભાઈ, મદદગારી કરનાર પ્રકાશ અને સગીરાની એક ભાભીની અટકાયત કરી લેવામાં આવી છે. પકડાયેલા ત્રણેય આરોપીને કોરોના ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :ઝાયડસે કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનો ભાવ 68% ઘટાડ્યો, હવે આટલામાં મળશે