Not Set/ નારાયણ મૂર્તિનાં જમાઈ ઋષિ સુનક બન્યા બ્રિટનનાં નવા નાણામંત્રી

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જહોનસને ગુરુવારે ભારતીય મૂળના રાજકારણી ઋષિ સુનકને નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક આવી છે. આપને જણાવી દઇએ કે, સુનક એ ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ સુનક જહોનસન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા ક્રમના સૌથી મોટા પ્રધાન છે. ભારતીય મૂળનાં પ્રીતિ પટેલ હાલમાં યુકેના ગૃહ પ્રધાન છે. United Kingdom Prime Minister appoints […]

Top Stories World
rushi નારાયણ મૂર્તિનાં જમાઈ ઋષિ સુનક બન્યા બ્રિટનનાં નવા નાણામંત્રી

બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જહોનસને ગુરુવારે ભારતીય મૂળના રાજકારણી ઋષિ સુનકને નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક આવી છે. આપને જણાવી દઇએ કે, સુનક એ ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ સુનક જહોનસન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા ક્રમના સૌથી મોટા પ્રધાન છે. ભારતીય મૂળનાં પ્રીતિ પટેલ હાલમાં યુકેના ગૃહ પ્રધાન છે.

અગાઉ પાકિસ્તાની મૂળની સાજિદા જાવિદે નાણાં મંત્રાલય સંભાતા હતા. તેમણે તાજેતરમાં જ અનપેક્ષિત રીતે આ પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.  જોહનસનનાં નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ડિસેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ફરીથી સત્તા પર આવી અને વડા પ્રધાને આ વખતે તેમના પ્રધાનમંડળમાં એક મોટી ફેરબદલ કરી છે.

39 વર્ષીય સુનક હેમ્પશાયરમાં જન્મેલા છે, 2015 થી રિચમોન્ડ (યોર્કશાયર) ના સાંસદ છે. ગયા વર્ષે મુખ્ય સચિવ તરીકે ટ્રેઝરીમાં બઢતી પહેલાં તેઓ સ્થાનિક સરકારના વિભાગમાં જુનિયર મંત્રી હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના ત્રણ સાંસદોએ બ્રિટીશ સંસદમાં કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે. ઋષિ સુનકની નાણામંત્રી તરીકો વરણી કરવામાં આવી છે. તો આલોક શર્માએ નવા બિઝનેસ સેક્રેટરી અને પ્રીતિ પટેલે ગૃહમંત્રી તરીકે બ્રિટીશ કેબિનેટ સ્થાન પ્રાપ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.