Surendranagar/ ધ્રાંગધ્રા પંથકમાં કરોડોના ખર્ચે બનેલી માઇનોર કેનાલ સફાઇ અભાવે શોભાના ગાંઠીયા સમાન

સન્ની વાઘેલા – પ્રતિનિધિ, ધ્રાંગધ્રા

Gujarat Others
ધ્રાંગધ્રા નર્મદા કેનાલ

ધ્રાંગધ્રાઃ છેવાડાના વિસ્તાર સુધી નર્મદાનુ પાણી પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ આ મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનાલ થકી આજુબાજુના વિસ્તારમા ખેડુતોને પાણી મળી રહે તે માટેનું પણ આયોજન કરાયુ છે.

  • નર્મદા કેનાલની સફાઇ માટે દર વર્ષે સરકારી ચોપડે લાખોનો ખર્ચ દર્શાવાય છે
  • સફાઇના અભાવે માઇનોર કેનાલોમાં પાણીની આવક થતી નથી

ધ્રાંગધ્રા પંથકમાં આવેલી મોરબી તથા માળીયા બ્રાન્ચ કેનાલમાંથી નિકળતી માઇનોર કેનાલમા સફાઇના અભાવે અહિંના ખેડુતોને નર્મદાનુ પાણી મેળવવા વધુ મુશ્કેલી વેઠવી પડે છે. ધ્રાંગધ્રા પંથકની નર્મદા કેનાલમાં દર વર્ષે સફાઇ માટે ત્રણ મહિના સુધી પાણીની આવક બંધ કરી દેવામાં આવે છે પરંતુ કેનાલોમાં સફાઇ થતી જ નથી.

જશાપર ગામના ખેડુત મહેશભાઇ પટેલ દ્વારા જણાવાયુ હતુ કે નર્મદા વિભાગના અધિકારી દ્વારા કેનાલ સફાઇ માટે દર વર્ષે ઉનાળાના સમયમાં પાણીની આવક બંધ કરી દેવાય છે પરંતુ સફાઇનુ કામ માત્ર સરકારી ચોપડા પર જ થાય છે. જેના લીધે કેનાલમાં ઉગી નિકળેલી ઝાંડીઓના લીધે પાણીને અવરોધ ઉભો થાય છે અને માઇનોર કેનાલમાં પાણીની આવક થતી નથી.

દર વર્ષે નર્મદા કેનાલની સફાઇ માટે થતાં લાખોના ખર્ચની જો તપાસ કરવામા આવે તો કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ છે. જેથી હાલ સફાઇના અભાવે માઇનોર કેનાલમા બંધ હોવાથી ખેડુતો દ્વારા કેનાલમાં સમયાંતરે સફાઇ થાય તેવી માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર

આ પણ વાંચોઃ મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS