Not Set/ મુંબઈ: ૧૪ મહિનાનો અથર્વ બારીમાંથી નીચે પડી ગયો અને પછી અચાનક….

મુંબઈ મુંબઈમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થઇ જશે. ૧૪ મહિનાનું એક બાળક રમતા-રમતા બિલ્ડીંગના ચોથા માળ પરથી પડી ગયું અને પછી જે થયું તે સાચેમાં ચોંકાવનારુ છે. ૧૪ મહિનાનું બાળક જેવું બારીમાંથી પડ્યું તેવું તે વૃક્ષ સાથે લટકી ગયું અને તેનો જીવ બચી ગયો. ૧૪ મહિનાનો અથર્વ […]

Top Stories India Trending
ath મુંબઈ: ૧૪ મહિનાનો અથર્વ બારીમાંથી નીચે પડી ગયો અને પછી અચાનક....

મુંબઈ

મુંબઈમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમને પણ આશ્ચર્ય થઇ જશે. ૧૪ મહિનાનું એક બાળક રમતા-રમતા બિલ્ડીંગના ચોથા માળ પરથી પડી ગયું અને પછી જે થયું તે સાચેમાં ચોંકાવનારુ છે. ૧૪ મહિનાનું બાળક જેવું બારીમાંથી પડ્યું તેવું તે વૃક્ષ સાથે લટકી ગયું અને તેનો જીવ બચી ગયો.

૧૪ મહિનાનો અથર્વ બરકડે બિલ્ડીંગમાંથી પડ્યા પછી ઝાડ પર અટકી ગયો હતો અને ત્યાબાદ જમીન પર પડ્યો હતો. બિલ્ડીંગની પાસે એક મોટું વૃક્ષ હતું જેને લીધે અથર્વનો જીવ બચી ગયો પરંતુ તેના હોઠ, પગ અને લીવર પર ગંભીર ઈજા પહોચી છે.

હાલ અથર્વને ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના નિવેદન પ્રમાણે અથર્વને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. તેની કંડીશન અત્યારે સારી થઇ રહી છે. લીવરમાં તેને ઈજા પહોચી છે.

અથર્વના માતા-પિતાના કહેવા પ્રમાણે ઘરની બરી ખુલ્લી રહી ગઈ હતી. જેવું તેમણે કોઈ બાળક નીચે પડી ગયું તે સાંભળ્યું તેવા તે લોકો દોડી ગયા હતા. અથર્વની દાદીને સૌથી પહેલા જાણ થઇ હતી ત્યારબાદ તેના માતા-પિતાને કહ્યું હતું.