Not Set/ દેશના 50 ટકાથી વધારે એટીએમ આગામી સમયમાં થઇ શકે છે બંધ ….

દેશના લગભગ 50%થી વધારે ઑટોમેટેડ ટેલર મશીન આગામી માર્ચ 2019 સુધીમાં બંધ થઇ જાય તેવી શક્યતા છે. આ મશીનો ન ચલાવી શકાય તેવી સ્થિતિ હોય, ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોને હાડમારીનો સામનો કરવો પડેશે તેવું કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીએ (સીએટીએમ-ઈ) બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું. દેશમાં હાલ લગભગ 2,38,000 એટીએમ છે, જેમાંના લગભગ 1,13,000 એટીએમ જેમાં 1,00,000 ઑફ-સાઈટ […]

Top Stories India
Mumbai ATM PTI દેશના 50 ટકાથી વધારે એટીએમ આગામી સમયમાં થઇ શકે છે બંધ ....

દેશના લગભગ 50%થી વધારે ઑટોમેટેડ ટેલર મશીન આગામી માર્ચ 2019 સુધીમાં બંધ થઇ જાય તેવી શક્યતા છે. આ મશીનો ન ચલાવી શકાય તેવી સ્થિતિ હોય, ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોને હાડમારીનો સામનો કરવો પડેશે તેવું કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રીએ (સીએટીએમ-ઈ) બુધવારે એક અહેવાલમાં જણાવ્યું હતું.

દેશમાં હાલ લગભગ 2,38,000 એટીએમ છે, જેમાંના લગભગ 1,13,000 એટીએમ જેમાં 1,00,000 ઑફ-સાઈટ એન્ડ 15,000 વાઈટ લેબલ એટીએમનો સમાવેશ થઇ છે તે તમામ બંધ થઇ જશે તેવું સીએટીએમ-ઈ પ્રવક્તાએ જણાવ્યું હતું.

આ કારણે ઘણા લોકોને તકલીફ થશે. ખાસ કરીને જે લોકો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એટીએમથી સબસીડી મેળવી રહ્યા છે તે લોકો અને શહેરી વિસ્તારોના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો આવશે, તેવું આ પ્રવક્તાએ જણાવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર સીએટીએમ-ઈ દ્વારા લાગુ પાડવામાં આવેલી કેટલીક રેગ્યુલેટરી ગાઇડલાઇન જે એટીએમના સોફ્ટવેર અને હાર્ડવેર માટે જરૂરી છે તેને લાગુ કરવા માટે આ આવશ્યક હતું. કેશ મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ્સ એન્ડ કેસેટ સ્વેપ મેથડ જે રોકડને લોડ કરવા માટે જરૂરી છે તેના નિયમન માટે આ પગલું ભરવું જરૂરી હતું.