Not Set/ ભાજપના ચાણક્યએ મારી સિક્સર, કહ્યું, “ત્રણ રાજ્યોમાં બનશે પૂર્ણ બહુમતીવાળી ભાજપની સરકાર”

નવી દિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓના મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ માટે બીજીવાર સરકાર બનાવવા માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે. ત્રણ રાજ્યોમાં બનશે ભાજપની સરકાર આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું […]

Top Stories India Trending
Amit Shah ભાજપના ચાણક્યએ મારી સિક્સર, કહ્યું, "ત્રણ રાજ્યોમાં બનશે પૂર્ણ બહુમતીવાળી ભાજપની સરકાર"

નવી દિલ્હી,

પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓના મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ માટે બીજીવાર સરકાર બનાવવા માટે કપરા ચઢાણ સાબિત થઇ રહ્યા છે.

ત્રણ રાજ્યોમાં બનશે ભાજપની સરકાર

tii48po8 amit shah ભાજપના ચાણક્યએ મારી સિક્સર, કહ્યું, "ત્રણ રાજ્યોમાં બનશે પૂર્ણ બહુમતીવાળી ભાજપની સરકાર"

આ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ દાવો કરતા  કહ્યું, “રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે”.

બીજી બાજુ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીના રોડમેપ અંગે તેઓએ કહ્યું, “આગામી વર્ષે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે તેઓને મજબૂર સરકાર જોઈએ છીએ કે મજબૂત સરકાર. ૨૦૧૯માં અમે ૨૦૧૪ની લોકસભા ચુંટણી કરતા પણ મોટો વિજય હાંસલ કરીશું”.

રોબર્ટ વાડ્રા સાથે નિકટતા ધરાવતા લોકોના ઘરો પર ED દ્વારા પાડવામાં આવી રહેલા દરોડા અંગે કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા હતા. આ આરોપો અંગે તેઓએ કહ્યું, “”હવે સમય બદલાઈ ગયો છે અને અધિકારીઓ પણ સમજી ચુક્યા છે કે ચોરી ચાલશે નહિ”.