Not Set/ ૧૧૩ MLA સાથે કોંગ્રેસ-JD(S)ના નેતાઓ પહોચ્યા રાજભવન, રાજ્યપાલ સમક્ષ રજૂ કરાયો સમર્થન પત્ર

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ સરકારના ગઠન અંગે ઉભી થયેલી અટકળો અંગે પણ સસ્પેન્સ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને બહુમત મળ્યો નથી ત્યારે હવે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા કરાયેલા ગઠબંધન બાદ તેઓ ગુરુવારે સાંજે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોચ્યા છે. We have submitted the necessary documents which show […]

Top Stories India
kumar svami ૧૧૩ MLA સાથે કોંગ્રેસ-JD(S)ના નેતાઓ પહોચ્યા રાજભવન, રાજ્યપાલ સમક્ષ રજૂ કરાયો સમર્થન પત્ર

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ સરકારના ગઠન અંગે ઉભી થયેલી અટકળો અંગે પણ સસ્પેન્સ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને બહુમત મળ્યો નથી ત્યારે હવે કોંગ્રેસ અને જેડીએસ દ્વારા કરાયેલા ગઠબંધન બાદ તેઓ ગુરુવારે સાંજે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા માટે પહોચ્યા છે.

રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા બાદ જેડીએસ દ્વારા બનાવવામાં આવેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમાર સ્વામીએ જણાવ્યું, ” ગવર્નરને સરકારના ગઠન માટે જરૂરી તમામ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા છે અને તેઓએ બંધારણ મુજબ વિચારણા કરવા માટેની હૈયા ધારણા આપી છે.

કુમાર સ્વામીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ અને જેડીએસ પાર્ટીના શીર્ષ નેતાઓ પાર્ટીના ધારાસભ્યો સાથે રાજ રાજભવન ખાતે પહોચ્યા છે અને પોતાની પાર્ટીની સરકાર રચવા માટે દાવો કરી શકે છે. રાજભવન ખાતે કોંગ્રેસના ૭૮ અને જેડીએસના ૩૭ MLA રાજ્યપાલ સમક્ષ પરેડ કરી શકે છે.

આ પહેલા બંને પાર્ટીના MLA બસ દ્વારા રાજભવન ખાતે પહોંચ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના કુલ ૭૮ માંથી ૩ MLAએ રાજ્યપાલ સમક્ષ રજુ કરવામાં આવનારા સમર્થન પત્રમાં હસ્તાક્ષર કર્યા નથી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયે જયારે રાજ્યપાલ વજુભાઈ વાળા સૌપ્રથમ ભાજપને સરરકાર રચવા માટે આમંત્રણ આપે છે ત્યારે કોંગ્રેસ આ પગલાઓ ઉપાડી શકે છે.

૧. રાજ્યપાલના નિર્ણય વિરુધ સુપ્રીમ કોર્ટમાં પીટીશન

૨. ગવર્નર સામે પાર્ટીના ધારાસભ્યોની પરેડ

૩. જરૂરત પડે ત્યારે રાષ્ટ્રપતિને ફરિયાદ

મહત્વનું છે કે, ૧૦૪ સીટ જીતી સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકારનું ગઠન કરવા માટે દાવો રજૂ કર્યો હતો.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કર્યા બાદ તેઓએ ગુરુવારે CM પદના શપથ લેવા માટે જણાવ્યું છે. હવે ભાજપ દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે કે, કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને પણ બહુમતી માટે જરૂરી ૧૧૨ બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોચવામાં આવે અને રાજ્યપાલને આ MLAનો સમર્થન પત્ર આપવામાં આવે.

કોંગ્રેસના ૪ અને જેડીએસના ૨ MLA છે ગાયબ

બુધવારે કોંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં ૪ MLA પહોચ્યા નથી તેમજ જેડીએસના બે MLA પણ પાર્ટીની બેઠકથી ગાયબ રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું છે તેમજ એક નિર્દલીય MLAએ પણ ભાજપનું સમર્થન કર્યું છે.