Not Set/ જીએસટી : ફ્રી ગૂડ્ઝને જીએસટીમાંથી બાકાત રખાય તેવી શકયતા

એકની ખરીદી પર એક મફત, ફ્રી સેમ્પલ, સમાન ભાવે વધારાનો ટેકસ વસૂલવામાં આવતો હતો પરંતુ જીએસટી હેઠળ આવા ફ્રી ગૂડ્ઝને ટેકસના બોજમાંથી મુક્તિ મળવાની શકયતા છે. એફએમસીજી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકસટાઈલ્સ કંપનીઆે ફૂડ તથા રિટેલ ચેઈન્સ આવી સ્કીમ્સ દ્વારા વેચાણ વધારતી હોય છે. ટેકસ સત્તાવાળાઆેએ આવા સેકટરની કંપનીઆેને નોટિસ મોકલી હતી જેઆે ફ્રી ગૂડ્ઝ આપતી હોય છે. ગયા […]

Top Stories India
gst 1497003896 જીએસટી : ફ્રી ગૂડ્ઝને જીએસટીમાંથી બાકાત રખાય તેવી શકયતા

એકની ખરીદી પર એક મફત, ફ્રી સેમ્પલ, સમાન ભાવે વધારાનો ટેકસ વસૂલવામાં આવતો હતો પરંતુ જીએસટી હેઠળ આવા ફ્રી ગૂડ્ઝને ટેકસના બોજમાંથી મુક્તિ મળવાની શકયતા છે. એફએમસીજી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેકસટાઈલ્સ કંપનીઆે ફૂડ તથા રિટેલ ચેઈન્સ આવી સ્કીમ્સ દ્વારા વેચાણ વધારતી હોય છે.

ટેકસ સત્તાવાળાઆેએ આવા સેકટરની કંપનીઆેને નોટિસ મોકલી હતી જેઆે ફ્રી ગૂડ્ઝ આપતી હોય છે. ગયા વર્ષમાં જીએસટી લાગુ થયા બાદ આવા માલ પર ટેકસ લાગતો હતો.

જીએસટી : ફ્રી ગૂડ્ઝને જીએસટીમાંથી બાકાત રખાય તેવી શકયતા

ટેકસ અંગે નિર્ણય લેવાની સત્તા ધરાવતી જીએસટી કાઉન્સિલ નાઅધિકારીઆેએ ફ્રી ગૂડ્ઝ પરનો ટેકસ દૂર કરવાની હિમાયત કરી છે. આ ઈશ્યુ પર અંતિમ નિર્ણય કાઉન્સિલ દ્વારા લેવાશે તેમ સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

લો રિવ્યૂ કમિટીએ કાઉન્સિલ ને એક અહેવાલ સાેંપ્યો છે જેમાં જણાવ્યું હતું કે આવા માલ માટે ચૂકવવામાં આવેલી કૂલ રકમ જીએસટી હેઠળ ચાર્જ થવી જોઈએ અને ઈનપુટ ટેકસ ક્રેડિટ આવા કેસમાં નકારવી ન જોઈએ.

ગ્રાહક દ્વારા આવા ગૂડ્ઝ માટે ચૂકવવામાં આવેલો ભાવ જીએસટીને પાત્ર ગણવામાં આવશે, ભલે પછી એક આઈટમ બીજી આઈટમની સાથે મફતમાં આપવામાં આવી હોય. આ તર્કથી જોવામાં આવે તો બન્ને આઈટમ પર ઈનપુટ ટેકસ પ્રાપ્ત રહેશે જે ફાઈનલ ટેકસ સામે સરભર કરવામાં આવશે.