Not Set/ ભારતનો રશિયા પાસેથી હથિયાર ખરીદવાનો રસ્તો થયો સાફ, અમેરિકાએ પોતાના આ કાયદામાં કર્યો ફેરફાર

નવી દિલ્હી, ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવનારી અત્યાધુનિક S-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ તેમજ અન્ય ઉપકરણો મેળવવાનો માર્ગ હવે મોકળો થયો છે. અમેરિકી સંસદ દ્વારા બુધવારે નવા રાષ્ટ્રીય રક્ષા પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે અને એમાં મહત્વના અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ પ્રસ્તાવ પાસ થવાની સાથે જ ભારતને રશિયા પાસેથી ડિફેન્સ ડીલ મામલે જે મુશ્કેલીઓ […]

Top Stories India Trending
moditrump2759 ભારતનો રશિયા પાસેથી હથિયાર ખરીદવાનો રસ્તો થયો સાફ, અમેરિકાએ પોતાના આ કાયદામાં કર્યો ફેરફાર

નવી દિલ્હી,

ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવનારી અત્યાધુનિક S-૪૦૦ ડિફેન્સ સિસ્ટમ તેમજ અન્ય ઉપકરણો મેળવવાનો માર્ગ હવે મોકળો થયો છે. અમેરિકી સંસદ દ્વારા બુધવારે નવા રાષ્ટ્રીય રક્ષા પ્રસ્તાવને પાસ કરવામાં આવ્યો છે અને એમાં મહત્વના અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ પ્રસ્તાવ પાસ થવાની સાથે જ ભારતને રશિયા પાસેથી ડિફેન્સ ડીલ મામલે જે મુશ્કેલીઓ સામે આવી રહી હતી, તે હવે ખત્મ થઇ છે.

અમેરિકી સંસદ દ્વારા નેશનલ ડિફેન્સના પ્રસ્તાવને પાસ કરીને કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રુ સેક્શન એક્ટ” (કાત્સા)ના હેઠળ ભારત વિરુધ પ્રતિબંધ લગાવવાની આશંકાને ખતમ કરવાનો રસ્તો કાઢ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કાત્સા એક્ટ હેઠળ અમેરિકા દ્વારા એ દેશો વિરુધ પ્રતિબંધ લગાવવામાં આવતા હતા જેઓ રશિયા પાસેથી હથિયારો ખરીદે છે.

અમેરિકી કોંગ્રેસમાં સેનેટમાં નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે જોન એસ મૈક્કેન નેશનલ ડિફેન્સ ઓથોરાઇજેશન એક્ટ (NTAA)ને ૧૦ વોટના બદલે ૮૭ મતથી પારિત કરવામાં આવ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ દ્વારા આ પ્રસ્તાવ પર ગત સપ્તાહે જ મહોર મારવામાં આવી હતી, ત્યારે હવે અંતિમ હસ્તાક્ષર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે.

વ્હાઈટ હાઉસમાં નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સભ્ય રહેલા જોસુઆ વ્હાઈટે જણાવ્યું, “CAATSAના નવા સંશોધનમાં જોગવાઈઓને કાયદાકીય રૂપ મળ્યા બાદ ભારત માટે રશિયા પાસેથી S-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવું આશાન બન્યું છે.

આ પહેલા એક્ટ અંગે અમેરિકન સંસદ અને હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટી દ્વારા સોમવારે રાષ્ટ્રીય રક્ષા પ્રાધિકરણ અધિનિયમ- ૨૦૧૯ના જોઇન્ટ કોન્ફરન્સ રિપોર્ટમાં કાત્સાની કલમ ૨૩૧માં સંશોધન કરવા માટે કહેવામાં આવ્યું હતું.