Not Set/ મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ છે ભારત, સર્વેમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા

લંડન, છેલ્લા કેટલાક વર્ષથી આપણા દેશમાં મહિલાઓ વિરુધ થતા અપરાધોમાં નોધપાત્ર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન દુષ્કર્મ, જાતીય સતામણી અનેક કેસો સામે આવ્યા છે ત્યારે આ મહિલાઓની દેશમાં સુરક્ષા અને સ્થિતિ અંગે એક સર્વે સામે આવ્યો છે એમાં ભારત માટે ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. ગ્લોબલ એક્સપર્ટના એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, […]

Top Stories India
minor rape main મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ છે ભારત, સર્વેમાં સામે આવ્યા ચોકાવનારા આંકડા

લંડન,

છેલ્લા કેટલાક વર્ષથી આપણા દેશમાં મહિલાઓ વિરુધ થતા અપરાધોમાં નોધપાત્ર વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન દુષ્કર્મ, જાતીય સતામણી અનેક કેસો સામે આવ્યા છે ત્યારે આ મહિલાઓની દેશમાં સુરક્ષા અને સ્થિતિ અંગે એક સર્વે સામે આવ્યો છે એમાં ભારત માટે ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.

ગ્લોબલ એક્સપર્ટના એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહિલાઓ માટે ભારત દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે.  ભારતમાં મહિલાઓ વિરુધ જાતીય ગુનાઓ તેમજ જબરદસ્તીથી તેઓને કામ કરાવવા અંગે ભારતની આ સ્થિતિ છે.

થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના સર્વે અનુસાર, યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાન અને સીરિયા ભારત પછી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમાંકે છે.  ત્યારબાદ સોમાલિયા અને સાઉદી અરબનો નંબર આવે છે.

બીજી પશ્ચિમી દેશોની વાત કરવામાં આવે તો મહિલાઓ સાથેના યૌન ઉત્પીડન અને જાતીય સતામણીના મામલાઓમાં એક માત્ર અમેરિકા ટોપ ૧૦માં છે. આ મામલે અમેરિકાને સંયુક્ત રૂપથી ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે.

આ સર્વેમાં અફઘાનિસ્તાન, કોન્ગો, પાકિસ્તા, ભારત અને સોમાલિયાને મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ બતાવવામાં આવ્યા છે.

આ રિપોર્ટ અનુસાર, રાજધાની દિલ્હીમાં ૫ વર્ષ પહેલા થયેલા એક વિધાથીનીના રેપ અને મર્ડરના મામલા બાદ રાષ્ટ્રીય સ્તર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ પણ કોઈ સુધારો થયો નથી.

કેવી રીતે તૈયાર કરાયો રિપોર્ટ

થોમસન રોયટર્સ ફાઉન્ડેશનના આ સર્વે માટે ૫૫૦ મહિલાઓના મુદ્દાઓ અંગે એક્સપર્ટના વિચારો લેવામાં આવ્યા અને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.