Not Set/ કિંગફિશર એરલાઈન્સની જેમ આ કંપની પણ થઇ શકે છે બંધ…. જાણો શું છે કારણ

બેંકોનું માનવામાં આવે તો જેટ એરવેઝ ની હાલત ઠીક નથી. કંપની પાસે પર્યાપ્ત બેલેન્સ નથી. સાથે જ એમની પાસે બેંકોનું કર્જ ચૂકવવા માટે પૈસા પણ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નાણાં મંત્રાલયે પણ આ મામલે બેંકો પાસેથી વિગત મંગાવી છે. હકીકતમાં કર્જામાં ડૂબેલી જેટ એરવેઝની આર્થિક સ્થિતિ બિલકુલ ઠીક નથી. કંપની પાસે કર્મચારીઓ અને પાયલોટને આપવા માટેના પણ […]

Top Stories India Business
Kingfisher Airl3697 કિંગફિશર એરલાઈન્સની જેમ આ કંપની પણ થઇ શકે છે બંધ.... જાણો શું છે કારણ

બેંકોનું માનવામાં આવે તો જેટ એરવેઝ ની હાલત ઠીક નથી. કંપની પાસે પર્યાપ્ત બેલેન્સ નથી. સાથે જ એમની પાસે બેંકોનું કર્જ ચૂકવવા માટે પૈસા પણ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ નાણાં મંત્રાલયે પણ આ મામલે બેંકો પાસેથી વિગત મંગાવી છે.

હકીકતમાં કર્જામાં ડૂબેલી જેટ એરવેઝની આર્થિક સ્થિતિ બિલકુલ ઠીક નથી. કંપની પાસે કર્મચારીઓ અને પાયલોટને આપવા માટેના પણ પૈસા નથી. બેંકોને જેટ એરવેઝનું કર્જ એનપીએ બનવાનો ડર છે. આશંકા છે કે જેટ એરવેઝની હાલત પણ કિંગફિશર એરલાઈન્સ જેવી ના થઇ જાય. જેટ એરવેઝના ટોપ મેનેજમેન્ટના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે. જોકે, પાયલોટ અને નોન મેનેજમેન્ટ સ્ટાફના પગારમાં કાપ મુકવામાં નહિ આવે. સોમવારે કંપનીએ આ નિવેદન જાહેર કર્યું હતું. કંપનીનું એવું પણ કહેવાનું છે કે તેઓ આ સંકટમાંથી નીકળી જશે. પરંતુ બેંકો ની તૈયારી કંઈક અલગ જ સંકેત આપે છે.

191274 jet airways e1533545052898 કિંગફિશર એરલાઈન્સની જેમ આ કંપની પણ થઇ શકે છે બંધ.... જાણો શું છે કારણ

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ આર્થિક સંકટમાંથી ઉગરવા માટે માટે જેટ એરવેઝે વર્કિંગ કેપિટલ લોન માટે આવેદન આપ્યું હતું. પરંતુ બેંકોનું કહેવાનું છે કે જેટ એરવેઝ પર પહેલાથી જ 8,150 કરોડ રૂપિયાનું કર્જ છે. બેંકોના કોન્સર્ટિયમે જેટ એરવેઝને પહેલા દેવું ચૂકવવાનું કહ્યું છે.

કંપનીના અધિકારીઓનું કહેવાનું છે કે ઇંધણના ભાવમાં વધારો અને ઈન્ડિગો દ્વારા વધારે માર્કેટ શેર મેળવી લેવાના કારણે એમની મુશ્કેલી વધી ગઈ છે. 2018માં કંપનીને 767 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપની પાસે ફક્ત બે મહિનાના પૈસા બાકી છે. જેની જાણકારી ખુદ એરલાઇન્સે એમના પાયલોટને આપી છે. કંપની પાસે બેંકોને ચૂકવવા માટેના પૈસા નથી. જોકે, કંપનીએ આ બધા આરોપો ફગાવી દેતા કહ્યું કે આ બધી પાયાવિહોણી છે. કંપનીની હાલત બિલકુલ ખરાબ નથી.