Not Set/ આસારામ કેસનો કાલે ચુકાદો, જોધપુર ફેરવાયું પોલિસ છાવણીમાં

જોધપુર, યૌન શોષણ કેસમાં જેલમાં બંધ આસારામ પર જોધપુર કોર્ટ 25 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.દેશમાં બહુ ચર્ચિત આ કેસને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આસારામ કેસના ચુકાદા પહેલાં જ જોધપુર પોલિસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. આસારામના સમર્થકો તોફાન મચાવે તેવી સંભાવના જોતા જોધપુરમાં 10 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગયા વર્ષે […]

Top Stories
asaram આસારામ કેસનો કાલે ચુકાદો, જોધપુર ફેરવાયું પોલિસ છાવણીમાં

જોધપુર,

યૌન શોષણ કેસમાં જેલમાં બંધ આસારામ પર જોધપુર કોર્ટ 25 એપ્રિલે પોતાનો ચુકાદો આપશે.દેશમાં બહુ ચર્ચિત આ કેસને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આસારામ કેસના ચુકાદા પહેલાં જ જોધપુર પોલિસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. આસારામના સમર્થકો તોફાન મચાવે તેવી સંભાવના જોતા જોધપુરમાં 10 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

ગયા વર્ષે રામ રહીમના કેસના ચુકાદા પછી જે હિંસા ફેલાઇ તેવી હિંસા જોધપુરમાં ફરી ના ફેલાય તે માટે પોલિસ ભારે સતર્કતા રાખી રહી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટના જજ જોધપુર જેલમાં જ આ ચુકાદો સંભળાવશે. બીજી તરફ રાજસ્થાનમાં આસારામના આશ્રમો પણ ખાલી કરવામાં આવી રહ્યાં છે. જોધપુરમાં રેલી, પ્રદર્શન, ધરણાં અને બીજા જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જોધપુરની આસપાસના રેલ્વે સ્ટેશનો પર પણ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

આસારામ કેસ પર ચુકાદો સંભળાવવા માટે જેલ પરિસરમાં આસારામની જેલ બેરક પાસે જ લાગેલી ટાડા કોર્ટમાં આ ફેંસલો સંભળવવામાં આવશે.આ કોર્ટમાં વકિલો અને કોર્ટના કર્મચારીઓ સિવાય બીજા કોઇને એન્ટ્રી નહીં મળે.

બીજી તરફ આસારામના સમર્થકો તેમના નિર્દોષ છુટકારા અંગે દિવસ રાત પુજા અર્ચના કરી રહ્યાં છે. આસારામના સમર્થકોએ સોશિયલ મીડીયામાં પણ તેમના છુટકારા અંગે કેમ્પેઇન ચલાવી છે.