Not Set/ જસ્ટિસ લોયા કેસ એ અમિતભાઈની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર : CM રુપાણી

ગાંધીનગર, દેશભરમાં વર્ષ ૨૦૦૫ણા બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર સીબીઆઇની કોર્ટના જસ્ટિસ બી એચ લોયાના આપઘાત કેસની સ્વતંત્ર તપાસ માટે કરવામાં આવેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. આ મામલે લઇ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ દ્વારા આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી […]

Top Stories
fggggggggk જસ્ટિસ લોયા કેસ એ અમિતભાઈની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર : CM રુપાણી

ગાંધીનગર,

દેશભરમાં વર્ષ ૨૦૦૫ણા બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર સીબીઆઇની કોર્ટના જસ્ટિસ બી એચ લોયાના આપઘાત કેસની સ્વતંત્ર તપાસ માટે કરવામાં આવેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી છે. આ મામલે લઇ હવે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ દ્વારા આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

જસ્ટિસ લોયા કેસમાં કોંગ્રેસનો પર્દાફાશ થયો છે  : CM રુપાણી

સીએમ વિજય રુપાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું, “જસ્ટિસ લોયા કેસમાં કોંગ્રેસનો પર્દાફાશ થયો છે અને અમિતભાઈની રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે”.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, ” જજ લોયા કેસ પર સુપ્રીમે અરજી ફગાવી દેવામાં આવી છે ત્યારે હવે રાજનીતિમાં ભાજપને હરાવી ન શકતા હવે આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. હંમેશા સત્યનો વિજય થાય છે”.

આ પહેલા ભાજપ દ્વારા પણ જસ્ટિસ લોયા મામલે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો બોલતા કહ્યું હતું કે, તેઓ એક લોબીથી પાછળ હતા જેના કારણે કોર્ટમાં રાજનૈતિક લડાઈ લડવામાં આવી.

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, ” રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ અમિત શાહ સહિત દેશના લોકો સામે માંફી માંગવી જોઈએ.

PIL એટલે પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન

બીજી બાજુ બીજેપી નેતા ગૌરવ ભાટિયાએ પણ PIL પર સવાલો ઉઠાવતા કહ્યું, “કેટલાક લોકોને PILને “પોલિટિકલ ઇન્ટરેસ્ટ લિટિગેશન અને પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન” બનાવી દીધું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે જોયું હતું કે, “અદાલતમાં કેવી રીતે આ અરજીને દાખલ કરનારા વકીલો દ્વારા કોર્ટના જજ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. કોર્ટની અંદર જ રાજનૈતિક લડાઈ લડવામાં આવી રહી હતી. દુઃખની વાત એ છે કે કોઈ પેન્ડીંગ મામલા માટે સમર્થકોની સમૂહટીવી પર કોર્ટના જજના ચરિત્ર અંગે સવાલો ઉભા કરી રહ્યા છે”.

શું હતો મામલો ?

મહત્વનું છે કે, ૨૦૦૫માં સોહરાબુદ્દીન શેખ અને તેમની પત્ની કૌસરને ગુજરાત પોલીસે અપહરણ કર્યા હતા અને હૈદરાબાદમાં થયેલી કથિત એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ કેસમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનું નામ સોહરાબુદ્દીન કેસ સાથે પણ જોડાયું હતું. આ બહુચર્ચિત કેસની સુનાવણીને સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરી હતી આ દરમિયાન કેસની સુનાવણી જજ ઉત્પલ કરી રહ્યા હતા, જો કે એ પછી તેઓની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ જસ્ટિસ લોયા પાસે આ પીટીશન આવી હતી અને ડિસેમ્બર, ૨૦૧૪માં તેઓનું સંદિગ્ધ મોત થયું હતું અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.