Not Set/ મોહમ્મદ શમીનો પત્ની પર પલટવાર, હસીને છુપાવી હતી લગ્ન પહેલા બે બાળકોની વાત

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. હસીન જહાંએ લગાવેલા આરોપોનો મોહમ્મદ શમીએ ખુલીને હવે જવાબો આપ્યા છે. શમીએ કહ્યું કે, હસીન જહાંએ […]

Sports
mohammed shami hasin jahan મોહમ્મદ શમીનો પત્ની પર પલટવાર, હસીને છુપાવી હતી લગ્ન પહેલા બે બાળકોની વાત

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પોતાના પારિવારિક સંબધોના લીધે હાલત તો ખુબ જ ચર્ચામાં છે.  મહોમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો હોવાની વાત કહી હતી. હસીન જહાંએ લગાવેલા આરોપોનો મોહમ્મદ શમીએ ખુલીને હવે જવાબો આપ્યા છે.

શમીએ કહ્યું કે, હસીન જહાંએ મારી સાથે લગ્ન કર્યા તે પહેલા પણ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા અને તેમને બાળકો પણ છે તે વાતને છુપાવી હતી. મને આ વાતની ખબર પછીથી પડવાની શરુ થઈ. એક ટીવી ઈન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, પહેલા હસીન જહાંએ કહ્યું હતું કે આ તેમની બહેન (કઝીન)ની છોકરીઓ છે. એટલે સુધી કે મારા મિત્રો અને પરિવારમાં પણ આજ જાણકારી આપી હતી. શમીએ વધુમાં કહ્યું કે, આ બધી જાણકારી પછી પણ હું હસીન જહાંને પ્યાર કરતો હતો અને તેમનો બધો જ ખર્ચ હું ઉઠ્વતો રહ્યો.

તમને જણાવી દઈકે, થોડક દિવસો પહેલા હસીન જહાંનો પહેલો પતિ સૈફુદ્દીન પોતે જ મીડિયાની સામે આવ્યો હતો. સૈફુદ્દીને કહ્યું હતું કે 2002માં હસીન જહાં સાથે લગ્ન થયા હતા અને તેમને બે છોકરીઓ પણ હતી. બંનેના લગ્ન 2010 સુંધી ટક્યા હતા.

થોડક દિવસો પહેલા જ કોલકાતામાં સેંટ. સ્ટેફેન સ્કૂલમાં પહોંચેલી હસીન જહાં પાસે જયારે મીડિયા પત્રકાર પહોચ્યા તો તે તેમણે બૂમો પાડીને કેહવા લાગી હતી. આ દરમિયાન હસીને એક વિડીયો કેમેરો પણ તોડી નાખ્યો હતો.

shami 2 મોહમ્મદ શમીનો પત્ની પર પલટવાર, હસીને છુપાવી હતી લગ્ન પહેલા બે બાળકોની વાત

એક બાજુ હસીન જહાંએ કોલકાતાના જાદવપૂર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે, આ FIRમાં શમીની માતા, બહેન, ભાઈ અને ભાભીના નામ પણ સામેલ છે.

કલકત્તાના પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાના કલમ, 498A, 323 (ગંભીર ઈજા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર),506,328 અને 34 મુજબ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં શમીના પરિવાર વિરુદ્ધ ક્રૂર રીતે વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.